Dipali Mehta

Romance

2.5  

Dipali Mehta

Romance

અધુરી કહાની

અધુરી કહાની

3 mins
695


સ્કૂલથી કોલેજનો સફર એટલે બાળપણથી જુવાનીનો સફર. જવાનીના ઉંમરે ઊભેલી છોકરી (માધુરી ) સત્તર વર્ષની કોલેજની રંગીન દુનિયાના સપનાઓ આંખોમાં ભરી તેમા રંગાવા તૈયાર હતી. એની સપનાઓની દુનિયા એક પિક્ચરના સિન જેવી હતી. કોલેજના એ દિવસો... મુંબઈની લોકલ ટ્રેન, નવી બનેલી ફ્રેન્ડસ, રંગીન કપડાં, આંખો માં કાજલ. હોઠો પર લાલ લિપસ્ટીક.હીલ વાળી સેન્ડલ, ડિપ્પલ કટમાં કાપેલા વાળ. 


માધુરી એના રંગીન સપનાં ઓ સાથે રોજ સવારે ટ્રેન પકડવા નીકળી પડતી. ૭:૨૨ની લોકલમાં બારી પાસે બેસી વાળમાં હાથ ફેરવતા નવર્ણ,ચહેરા ઉપર અનોખો આત્મવિશ્વાસ. એની આંખો ની ચમક માં માધુરી એવી ખોવાઇ. પછી તો રોજ એકબીજાને આંખોના ઇશારે મળવાનું થતું. માધુરીની આંખોની સામેથી મયંકનો ચહેરો ખસતો જ નોતો, માધુરી સમજી જ નોતી શકતી કે આ આકર્ષણ છે કે પ્રેમ. આમ તો આકર્ષણ અને પ્રેમ વચ્ચે એક પાતળી ભેદ રેખા હોય છે. પ્રેમને આકર્ષણ ના કેવાય ને આકર્ષણને પ્રેમ પણ માધુરીના મને આકર્ષણ પ્રેમનું પહેલું પગથિયું છે. અને એતો માધુરી ચઢી ચુકી હતી .એના સપનાઓની દુનિયામાં લવ સ્ટોરીની શરુઆત આવીજ હશે અને એના આગમનના ભણકારા એ અનુભવી રહી હતી.


એક દિવસ મયંક હીરોની જેમ માધુરીને રેડ રોઝ આપે છે અને આઈ લવ યુ બોલી દે છે. માધુરી કઈ સમજે એ પેલા તો ટ્રેન ચાલવા માંડે છે. ઠંડો સુસવાટા મારતો પવન માધુરીના મોઠા પર અથડાતો હતો, ટ્રેનમાં આમ તો ખાસ્સો અવાજ હતો, ફ્રેન્ડ પણ બોલાવતી રહી પણ માધુરીના મને તો કોઈ હતું જ નહીં.

    

ધીરે ધીરે વધતો આ સબંધ રોજ લોકલ ટ્રેનમાં હાથમાં હાથ પકડીને પોણો કલાકનો સફર કયારે દિવસના બે...ચાર...છ કલાકમાં પરિવર્તિત થયો. મયંકની આંખોમાં છલકાતી ચંચળતા. એનાં ચહેરાની ગંભીરતામાં છૂપાયેલી માસુમિયત. એનો શાંત અને સરળ પણ પ્રેમાળ સ્વભાવ માધુરીને દિવાની બનાવી રહયું હતું. સામે પક્ષે મયંક સાવ બિનદાસ -મસ્તીખોર જીવન જીવવાની અને માણવાની દોડ. સાથેસાથે બીજાની ભાવના અને ઈમોશનની કદર કરવી, માધુરી તરફ ખેંચાતો જતો હતો. બન્ને એકબીજાનાં વ્યક્તિત્વથી એટલા પ્રભાવિત હતા, કે એકબીજાને ઓળખવા માગતા હતા. કઈ અલંગજ અજીબસી કશિશ બન્નેને એકબીજા તરફ હરપળ ખેંચી રહી હતી. કયારેક એકબીજાને યાદ કરીને પાગલની જેમ એકલા એકલા હંસી લેતા. માધુરીના મને પ્રેમ એટલે બે વ્યક્તિ વચ્ચેની સમજણ,એક ખુબસુરત અહેસાસ,અનંત દિવસ રાતનો સંવાદ (વાતચીત), સુખ દુખનો સાથ, એકબીજાની સાથે સમય વીતાવી મળતી ખુશી. લાગણી રૂપી સમુદ્રમાં વહેતા આશાઓના મોજાં. 

          

ખૂબજ ઓછાં સમયમાં માધુરીની ભ્રમણા તુટી જાય છે. મયંકને માધુરીના પ્રેમ અને લાગણી કરતાં એના શરીરના વળાંકો વધારે દેખાતા હતા. સાથે હોય ત્યારે મયંકની વાતો અને નજર માધુરીને એના સપનાઓની દુનિયાથી દુર લઇ જઈ રહયું હતું. ફ્રેન્ડસ સાથે થતી વાતો અને પિકચરના સીનો માધુરીના મન પર એક ઈમેજ બનાવી હતી. બે પ્રેમી એકલા મળે એટલે એકબીજાનો સ્પર્શ.. ચુંબન.. હાથેથી અપાતો વિજળીના કરંટ જેવો એહસાસ. આ બધું પ્રેમનું બીજુ પગથિયું છે. મયંકની વાતોના વર્તુળમાં માધુરી સમાતી જાય છે. મયંકનો સ્પર્શ અને નિકટતા ગમવા માંડે છે. જોતજોતામાં કોલેજના બે વર્ષ પુરા થઈ જાય છે. માધુરીને દરિયા કિનારે મયંકનો હાથ પકડીને બેસવું ખુબ ગમતું. વરસતો વરસાદ અને મયંકનો પ્રેમ માધુરી ભીંજાઈ રહી હતી.


ત્યાં મયંકે માધુરીને કઇ એવી વાત કીધી જે માધુરી માટે અકલ્પનીય હતી. એ દિવસ માધુરી પહેલીવાર મયંક પર ગુસ્સે થઈ. મયંક માધુરીને વરસતા વરસાદમાં એકલી મુકીને જતો રહે છે. વરસતાં વરસાદ પાછળ માધુરીની આંખમાંથી નીકળેલા અશ્રુધારાનો અને માધુરીના અનહદ પ્રેમનો મયંકને અહેસાસ પણ ના થયો. મયંકના ગયા પછી માધુરી કલાક સુધી જેમની તેમ સ્થિતિમાં બેસેલી રહી, કદાચ હવે હિમ્મત નહોતી આગળ ડગલું માંડવાની.


Rate this content
Log in

More gujarati story from Dipali Mehta

Similar gujarati story from Romance