અબુધ
અબુધ
કજરી આજે ખુબ ખુશ હતી. તેને રંગો સાથે અનોખો લગાવ. વિશાળ ઘરમાં મોટા પરિવાર સાથે રહેતી કજરી હોળીના આગલા દિવસથી ઘરમાં આવેલા વિવિધ રંગોના પારદર્શક પડીકા જોઈ તેનું પારદર્શક મન આનંદથી નાચી ઊઠતું.
૧૭ વર્ષની કજરી નાનપણથી જ બીજા બાળકની તુલનામાં ઓછું સમજતી. ગાંડપણ નહિ પણ અબુધ બાળક જેવી નાસમજ કહી શકાય તેવી.
આજે સવારથી કજરી રંગો જોઈ રમવા માટે થનગની રહી. બહાર ચોગાનમાં બધા સાથે કજરી પણ રંગોની સાથે ખુશીઓની છોળો ઊડાડી રહી હતી, ત્યારે તેનો હાથ ખેંચી કોઈ તેને ભીડ વચ્ચેથી ઘરની અંદર ખેંચી ગયું. પછી તો એક રંગ કજરીની ભીતરથી પણ વહેવા લાગ્યો.
