Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Vishwadeep Barad

Abstract Drama Fantasy


3  

Vishwadeep Barad

Abstract Drama Fantasy


અભાગી દીપિકા

અભાગી દીપિકા

3 mins 7.2K 3 mins 7.2K

"Daddy,don’t bother me, I know what i am doing, I am old enough take care of myself. Don’t try to got mad on me or beat me otherwise I will call the police and you will go to jail..do you understand that"(ડેડી,મને પરેશાન ના કરો, મને ખબર કે મારે શું કરવું જોઈએ. મારી ઉંમર પ્રમાણે મારી બધી જવાબદારીનું મને ભાન છે, મારી પર જરીએ ગુસ્સે કે મારવાની કોશીષ કરી છે તો હું તુરત પોલીસને બોલાવીશ અને તમે જેલભેગા થશો..ખબર પડી?). મારી ઉંમર માત્ર બાર વર્ષની હતી. મારી જાતને ખોટી રીતે પ્રોટેકટ કરવા હું ગુસ્સામા આવી અને ચીસો પાડી મારી ડેડીને બોલતા બંધ કરી દેતી.

શિકાગોમાં જન્મેલી, મા-બાપને મોટી ઉંમરે થયેલું એકનું એક સંતાન. ઘણાંજ લાડ-ઉછેરેમાં ઉછરેલી, માંગુ તે મળે! ડેડીને ઍપ્લાઈન્સીસનો હોલસેલ બીઝનેસ હતો, ફાયનાન્સીયલ રીતે અમો ઘણાંજ સુખી હતાં. મમ્મી ઘણીવાર ડેડીને કહેતીઃ “તમોજ ટિન્કુડીને બગાડો છો, ઘરના કોઈ પણ કામકાજ મદદ નથી કરતી, દીકરીની જાત છે અને સાસરે મોકલતા પહેલાં થોડું ઘરકામ, રસોઈ શિખી લે તો તેણીને સાસરે કોઈ પણ જાતનો વાંધો ના આવે,…”

પણ ડેડી હંમેશા હસી કાંઢતાઃ

“મારી ટિન્કુડીને તો હું અહીં અમેરિકામાં પરણાવાનો છું અને એ પણ તેણીની પસંદગીનો છોકરો. અહીં ક્યાં કોઈ છોકરા પરણ્યાબાદ મા-બાપ સાથે રહેતાં હોય છે? તું ખોટી ચિંતા કરે છે. તને ખબર છે કે અહીં હસબન્ડ-વાઈફ બન્ને જોબ કરતાં હોય એટલે બહારનું વધારે ખાતા હોય છે અને હવે તો બધું તૈયાર મળી રહે છે..મારી ટિન્કુડીને ખોટી રીતે ના પજવ..”

મારે બે રૂમ હતાં એક સુવા માટે અને બીજો રૂમ રમવા માટે..મારો રમવાના રૂમમાં ૧૦૦ મોસ્ટ એકસપેન્સીવ ડોલી,..સ્ટફ એનિમલ્સ અને મને ગમતી ગેઈમ્સ હતી. એક પ્રિન્સેસની જેમ રહેતી હતી..ડ્રેસ પણ એટલાજ એક્સપેન્સીવ ખરીદતી પણ બેત્રણ વખત પહેર્યા બાદ ના ગમે એટલે ગારબેજ માં જાય. આવા લાડકોડમાં હું બહુંજ જિદ્દી વલણની બની ગઈ..

"Mom, I told you so many times that Do not come to my room without knocking on my door. I am so mad on you..( મૉમ, મને તને કેટલી વખત કીધું છે કે મારા રૂમમાં આવતા પહેલા ડોર પર ટકોરા મારી ને આવવાનું…હું તારા પર બહુંજ નારાજ છું)… ‘સોરી બેટી સોરી.. મારાથી ભુલ થઈ ગઈ…પણ જમવાનું તૈયાર છે તું જમી લે..મૉમ..તને ખબર છે કે મને રોજ રોજ રોટલીને શાક નથી ભાવતા. મારે મેક્સીકન ફુડ ખાવું છે…

“ઑકે..બેટી…હું હમણાંજ બહાર જઈ તારો ભાવતો ટાકો અને બરીટો લઈ આવું છું.”

“લક્ષ્મી હોલ”માં મારી ૧૩ બર્થ ડેની પાર્ટીમાં ૨૦૦થી વધારે ગેસ્ટ બોલાવી એક ભવ્ય પાર્ટી કરી અને યાદ છે કે પાર્ટીબાદ હું મારી બેનપણી માર્થાને ત્યાં નાઈટ સ્પેન્ડ કરવા ગઈ!! તેણીના રૂમમાં અમો ત્રણ બેનપણી હતી અને રાત્રીની બાર વાગે માર્થા જે મારીજ ઉંમરની હતી તે કીચનમા જઈ કોલ્ડ બીયરના કેન લઈ આવી.. Hay, guys..let celebrate Tunku’s 13th birthday!!…I said…”No..Martha.” “Do not be silly..You are not a small babby anymore…..” ( હે..ચાલો આપણે ટિન્કુની ૧૩મી વર્ષગાંઠ ઉજવીએ…મે..ના કહી…”હે..ગાંડી ના થા”…હવે તું સાવ નાની બેબી નથી રહી”)..અમો ત્રણ જણાએ આખું બીયરનું કેન ખાલી કરી નાંખ્યું..પેલીજ વખત પીધેલ…તેથી થોડા આંખે અંધારા આવ્યા..પણ માર્થાએ તો ખાલી કેન બહાર ગારબેજ-કેનમાં નાંખી આવી એને કશી બીયરની અસર થઈ નહીં. એના પેરન્ટ્સ ને કશી ખબર ના પડી.પછી તો મોસ્ટ ઓફ ધ વીકેન્ડ, જુદી જુદી બેનપણી સાથેજ ગાળતી…પેરન્ટસને પણ કશી ખબર નાપડે કે અમો ત્યાં એકલા રૂમમાં શું કરીએ છીએ! કોઈવાર સ્મોકીંગ…કોઈવાર સ્કોચ તો કોઈવાર બેનપણીના ઘેરે એડ્લ્ટસ મુવી…મોડી રાતે જોતા હોઈએ…

“બેટી, તારા ગ્રેડમાં હવે “સી” અને ”ડી”આવે છે..સ્ટડીમા પણ કશું ધ્યાન આપતી નથી.” “મૉમ, મને મારી જવાબદારીનું ભાન પડે છે..તું અહીં ભણી નથી તેથી તને શું ભાન પડે કે ભણવાનું કેટલું હાર્ડ હોય છે.” “બેટી…સારા ગ્રેડ આવે તો ભવિષ્યમાં તારા માટે જ સારુ છે કે તને સારી યુનિવર્સિટીમા એડમિશન મળી જાય.” “મમ્મી…મારે તારું લેકચર નથી સાંભળવું..તું મારા રૂમ માંથી જા મારે હોમવર્ક કરવાનું હજું બાકી છે…પણ મમ્મી રૂમ માંથી જતી રહે એટ્લે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ સાથે અલ્લા-ગલ્લા..!


Rate this content
Log in

More gujarati story from Vishwadeep Barad

Similar gujarati story from Abstract