આશા
આશા


ટ્રેનની સિટીનો અવાજ દુર દુર સુધી અંધારાને ચીરી રહ્યો હતો. જીંદગીથી કંટાળેલા મયંક આત્મહત્યા કરવા ટ્રેનમાંથી કુદવા જતોજ હતો ત્યાં અચાનક ટ્રેન એક અંધારિયા ભોંયરામાંથી પસાર થઇ. ટ્રેન ભોંયરામાંથી જયારે બહાર નીકળી ત્યારે પાછુ ટ્રેનના ડબ્બામાં અજવાળું થઇ ગયું. આ જોઈ મયંકના મસ્તિષ્કમાં ઝબકાર થયો કે આમ જ તેના જીવનમાંનો અંધકાર પણ એકદિવસ જતો રહેશે અને એક નવા ઉત્સાહ અને ઉમંગ સાથે એ પાછો પોતની સીટ પર જઈને બેસી ગયો.