સારી પરી અને ખરાબ પરી
સારી પરી અને ખરાબ પરી


રાજકુમાર અમરદેવે તેના જન્મદિવસ નિમિત્તે બધી પરીઓને મિજબાનીમાં આવવાનું નિમંત્રણ આપ્યું પણ તેણે એક ખરાબ પરીને બોલાવી નહીં. બધી પરીઓએ ખુશ થઈને રાજકુમારને આશીર્વાદ આપવા લાગી. જયારે ખરાબ પરીને રાજકુમાર અમરદેવે પોતાને મિજબાનીમાં બોલાવી નથી એ વાતની જાણ થઇ ત્યારે તે ખૂબ રોષે ભરાઈ. ખરાબ પરીએ મિજબાનીમાં આવીને રાજકુમાર અમરદેવને શ્રાપ આપ્યો કે, “તને રમતા રમતા કાંટો વાગશે અને તું પચાસ વર્ષ માટે બેહોશ થઇ જઈશ.” આવો શ્રાપ આપી ખરાબ પરી ત્યાંથી જતી રહી.
રાજકુમાર અમરદેવે ખરાબ પરીની વાત પર કોઈ ધ્યાન આપ્યું નહીં અને તે રમવા મશગુલ થઇ ગયો. અચાનક તેના પગમાં કાંટો વાગતા તે બેહોશ થઇ ગયો. આ જોઈ ત્યાં હાજર સહુ કોઈ ગભરાઈ ગયા. હવે તે પરીઓમાંથી એક પરીને આશીર્વાદ આપવાનું બાકી હતું. પરીને આ વાત યાદ આવતા તેણે કહ્યું, “ખરાબ પરી મારાથી ખૂબ તાકતવર છે તેથી તેના શ્રાપને હું તોડી રાજકુમારને હમણાં જ ઉઠાડી શકતી નથી પરંતુ તેના શ્રાપને જરૂર હળવો કરી શકું છું આમ બોલી પરી રાજકુમાર પાસે ગઈ અને તેને આશીર્વાદ આપતા કહ્યું કે, “હે રાજકુમાર! આજથી પાંચ વર્ષ પછી કોઈ સુંદર રાજકુમારી આવીને તારા પગમાંથી કાટો કાઢશે ત્યારે તું પાછો હોશમાં આવી જઈશ.”
ત્યારબાદ ઘણી રાજકુમારીએ આવીને રાજકુમારના પગમાંથી કાંટો કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ તેના પગમાંથી કાંટાને કાઢી શક્યું નહીં. પાંચ વર્ષ પછી એક સુદંર રાજકુમારી રેણુ મહેલમાં આવી અને તેણે રાજકુમાર અમરદેવના પગમાંથી કાંટો કાઢ્યો. પગમાંથી કાંટો નીકળતા જ રાજકુમાર અમરદેવ હોશમાં આવ્યો. આ જોઈ રાજા રાણી ખૂબ ખુશ થયા એમને રાજકુમાર અમરદેવના લગ્ન રાજકુમારી રેણું સાથે કરાવ્યા. ત્યારબાદ તેઓએ ખાધું પીધું અને રાજ કર્યું.
(સમાપ્ત)