Sujal Patel

Inspirational Thriller Others

3  

Sujal Patel

Inspirational Thriller Others

આર્મીમેન

આર્મીમેન

4 mins
35


આપણાં ભારત દેશનાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જેટલું પણ કહીએ, એટલું ઓછું જ પડે. ભારતને દેશને આઝાદી અપાવવા તેમણે પોતાનો જે અમૂલ્ય ફાળો આપ્યો છે. તે ખરેખર સન્માનનીય છે.

અત્યારનાં આધુનિક સમયમાં ભારત દેશને એવાં જ નવજવાનોની જરૂર છે. જે ભારત દેશની રક્ષા માટે કાંઈ પણ કરી છૂટવા તૈયાર હોય.

અમદાવાદનો કાર્તિક પણ એમનાં જેવો જ બહાદુર બનવા માંગતો હતો. કાર્તિકને દેશ માટે કંઈક કરવાની એટલી ધગશ હતી, કે એ રાત દિવસ મહેનત કરતો. તે પોતાની લગન અને આવડતથી આર્મીમાં ભરતી થયો.

આર્મીમાં કામ કરવું કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી. પણ દેશ માટે કંઈક કરી છૂટવાની તાકાત જેનામાં હોય. એ કોઈ પણ મુસીબતોનો સામનો આસાનીથી કરી શકે છે. કાર્તિક પણ એવો જ હિંમતવાન છોકરો હતો.

કાર્તિકની ટ્રેનિંગ જે સમય દરમિયાન ચાલું હતી. એ સમયમાં જ ભારતની સરહદ પર હુમલો થયો. જેમાં ઘણાં આર્મીમેન શહિદ થઈ ગયાં. તો ઘણાં ઘાયલ થઈ ગયાં. 

"કાર્તિક, તારી ટ્રેનિંગ પૂરી નથી થઈ. પણ તારે સરહદ પર લડત લડવા જવું પડશે. અમારે તારી જરૂર છે." કાર્તિકને અચાનક જ ઓર્ડર આપવામાં આવ્યો. 

કાર્તિકે મનોમન વિચાર કર્યો, કે સરદાર પટેલે ક્યાં કોઈ જાતની ટ્રેનિંગ લીધી હતી. છતાંય તેમણે દેશને આઝાદી અપાવી હતી. તો હું પણ પોતાનાં દેશની રક્ષા કરી જ શકું. કાર્તિક માથે કફન બાંધીને દેશની રક્ષા કાજે નીકળી પડ્યો. અધૂરી ટ્રેનિંગમા દુશ્મનોનો સામનો કરવો, એ કાંઈ નાની વાત ન હતી. પણ કાર્તિક ખૂબ જ બહાદુરીથી દુશ્મનોનો સામનો કરી રહ્યો હતો.

કાર્તિક જ્યારે લડાઈ લડીને આવ્યો. ત્યારે તેને ટ્રેનિંગ આપનાર સાહેબ પણ ખૂબ જ ખુશ થયાં.

"તે તો ખરેખર કમાલ કરી દીધી. માત્ર થોડાં સમયની ટ્રેનિંગ કર્યા છતાં તે ખૂબ સારું કામ કર્યું. હવે તો માનવું પડશે. તું ખરેખર સરદાર પટેલનાં રસ્તે ચાલી રહ્યો છે. તારામાં પણ ઘણી હિંમત છે." કાર્તિકના ખૂબ વખાણ થયાં કાર્તિક ખૂબ જ ખુશ હતો.

એક વખતની લડાઈ પછી કાર્તિકની ટ્રેનિંગ ફરી શરૂ થઈ ગઈ. ટ્રેનિંગ પૂરી થયાં બાદ કાર્તિકે એવી ઘણી લડાઈ લડી. દરેક લડાઈ પછી કાર્તિક વધુ ને વધુ બહાદુર બનતો જતો હતો. એ જોઈને બધાં લોકો ખુશ હતાં. 

કાર્તિક રોજેરોજ બધી વસ્તુઓથી ઘડાતો જતો હતો. તેણે પોતાનું સમગ્ર જીવન દેશને નામ કરી દીધું હતું. કાર્તિકને તેની બહાદુરી માટે ઘણાં ઈનામો મળતાં. પણ તેને એ ઈનામ નહીં. તેને દુશ્મનોને હરાવતી વખતે, તેમનાં મુખમાંથી નીકળતી દર્દભરી ચીસો કાર્તિકને આગળ વધવામાં મદદ કરતી.

એક દિવસ કાર્તિક તેનાં આર્મીમેન મિત્રો સાથે તંબુની બહાર બેઠો હતો. ત્યારે બધાં લોકો પોતાનાં ઘર પરિવારની વાતો કરી રહ્યાં હતાં. કાર્તિકને ચૂપ જોઈને કેતનને એક સવાલ સૂઝ્યો.

"કાર્તિક, તને સરદાર પટેલ જેવું બનવાની ઈચ્છા છે. હાલ તો એ જીવીત નથી. પણ કદાચ એ જીવીત હોત, ને તું તેમને મળી શકત. તો તું તેની સાથે શું વાત કરત?" કેતને કાર્તિકને પૂછ્યું.

"મારી તો બસ એક જ ઈચ્છા છે. મારે તેમનાં જેવું બનવું છે. પણ હું તો શું કોઈ વ્યક્તિ એમનાં જેવો ના બની શકે. એ વાત હું જાણું છું. પણ જો મને તેમને મળવાનો મોકો મળ્યો હોત. તો હું માત્ર તેમનાં આશીર્વાદ અને સલાહ જ માંગત." કાર્તિકે એકદમ નિઃસ્વાર્થ ભાવે જવાબ આપ્યો.

કાર્તિકનો જવાબ સાંભળી બધાં વિચારમાં પડી ગયાં, કે કાર્તિક હજું સાવ નાની ઉંમરનો છે. છતાંય તેનાં મનમાં દેશપ્રેમ સિવાય એક પણ પ્રેમ નથી. 

કાર્તિક ધીમે-ધીમે પૂરો આર્મી મેન બની ગયો હતો. તેની બોલવાં ચાલવાની વાક્છટા એકદમ આર્મી મેન જેવી જ બની ગઈ હતી. સાત ફૂટ ઊંચાઈ, મસલ્સ અને એકદમ અડીખમ શરીરથી સારાં સારાં લોકો ડરી જતાં. કાર્તિક જ્યારે પોતાની મૂંછ મરડતો, ત્યારે બધાં તેને જોતાં જ રહી જતાં.

કાર્તિકને આર્મીમાં જોડાયાને હજું વધું સમય થયો ન હતો. ત્યાં એક દિવસ સરહદ પર અચાનક જ હુમલો થયો. ઘણાં આર્મી મેન શહીદ થઈ ગયાં. કાર્તિક છેલ્લી ઘડી સુધી બહાદુરીથી લડ્યો. પણ અંતે દેશે એક જાંબાજ આર્મી મેન ગુમાવી દીધો. કાર્તિક દુશ્મનોનાં છળથી કરેલાં વારથી શહીદ થઈ ગયો.

આર્મીના લોકો કમજોર દિલનાં નથી હોતાં. પણ કાર્તિકની વાત વાંચી અને બહાદુરી યાદ કરીને આર્મીના લોકોનાં હૈયાં દ્રવી ઉઠતાં. દેશ પ્રત્યે જે પ્રેમ કાર્તિકના દિલમાં હતો. એ યાદ કરીને બધાં લોકો ખૂબ દુઃખી થયાં હતાં.

દેશે જ્યારે સરદાર પટેલને ગુમાવ્યાં. ત્યારે જે દુઃખ અનુભવ્યું હતું. એ જ દુઃખ આર્મીમાં ભરતી થનાર દરેક વ્યક્તિ કાર્તિકને ગુમાવ્યાં પછી અનુભવી રહ્યાં હતાં.

કાર્તિકે પોતાની ફરજ બજાવવામાં કોઈ કસર બાકી રાખી ન હતી. જેમ આજે લોકો સરદાર પટેલને યાદ કરે છે. એમ લોકો આવાં હજારો આર્મી મેન કાર્તિકને પણ યાદ કરે છે. જે દેશ માટે શહીદ થયાં છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational