STORYMIRROR

શિવાની ભટ્ટ પંડ્યા

Romance Tragedy Others

3  

શિવાની ભટ્ટ પંડ્યા

Romance Tragedy Others

આરાધ્ય છબી

આરાધ્ય છબી

11 mins
171

"ગુલાબી ક્ષણોએ અહીં કચેરી ભરી છે, ફૂલોએ તેમાં સુગંધ પાથરી છે, સભા છોડી ના જતા મિત્રો, સભાની રોનક આપની હાજરી છે." 

બસ આટલું માઈકમાં બોલતા ની સાથેજ આખું ઓડિટોરિયમ તાળીઓથી ગુંજી ઊઠ્યું. હાયલઈટ્સ, જાયન્ટ-સ્ક્રીનમાં શ્રોતાઓનો ઉમળકો જલકાતો હતો. હા..આ એ વક્તા છે.. આરાધ્ય વ્યાસ કેે જેન મુખે સરસ્વતી બિરાજમાન હોય કદ ઊંચું, મજબૂત કાઠી ને ભીનો વાન ને આંખ પર ચશ્માં, છતાં પણ આંખોની તેજસ્વીતા છલકાઈ આવતી હતી.

એફબી ઇન્સ્ટા પર પણ લાખો ફોલોઅર્સ અને વાચકો તેની પાછળ ઘેલા હતા. મૂળ તો આ ઈવેેન્ટ ગુજરાતી ભાષાના મૂલ્યો વિશે હતી જેમાં આરાધ્ય ને અતિથિ વિશેષ તરીકે નિમંત્રણ હતું.

ગુજરાતી ભાષા સાહિત્ય સાથે ટેકનોલોજી ને હાલની દેશની સ્થિતિ વિશેના તેના વક્તવ્યથી લગભગ બધા લોકો પ્રભાવિત થયા. 

પ્રોગ્રામ પૂરો થતાં આરાધ્ય આભાર માનતો ને ટોળાં ને હાથ મિલાવતો ઝડપથી પોતાની કારમાં ઘર તરફ રવાના થયો.

 સાંજે પરવારી ને આરાધ્ય ને ફેસબૂક પર લાઈવ થવાનો રોજીંદો નિયમ ને તેમાં લગભગ દરરોજ કોઈ ને કોઈ વાચકો તેને લવ સ્ટોરી લખવા રીતસરની આજીજી કરતા..કારણ કે અત્યાર સુધીમાં કયારેય પણ આરાધ્યએ આ વિષયમાં હાથ અજમાવ્યો જ નહતો.

અંતે આજે અચાનક જ પોતાના ચાહકોનો હઠાગ્રહ જોઈ તેણે લાઈવ માં જ કહી દીધું કે "હવે પછીની મારી નોવેલનો વિષય હશે....પ્રેમ.."

લેપટોપ બંધ કરી પથારીમાં આરાધ્ય મનોમન બબડયો "4 દિવસ તો ઘણા છે, એક લવ સ્ટોરી લખવા માટે."

ને નવી સ્ટોરી ના પ્લોટ વિસે વિચારતા તે ઊંઘમાં સરી ગયો.

સવારે ઉઠતાંવેં તે તેના ટેબલ પર લેપટોપમાં લખવા બેસી ગયો...સ્ટોરી પ્લોટ મનમાં તૈયાર હતો, પાત્રો પણ વિચારી લીધા હતા, પાત્રો ને નામ પણ આપી દીધા...પણ તેમાં નું એક પાત્ર જિયા...કેમ જાણે આજે પહેલી વાર તેને પોતે રચેલા પાત્રો માં થોડું અલગ...થોડું અઘરું લાગ્યું. આખો દિવસ આ એક પાત્ર પાછળ મુસલસલ વિચારવા છતાં તે સાંજે હારી ગયો...એ પાત્ર ની રચના તેને એક કોયડા જેવી લાગવા લાગી.

એક સેલિબ્રિટી લેખક માટે જાહેરમાં નીકળવું ખૂબ દુર્ગમ હોય છે તેથી બીજા દિવસે સવારે તે પોતાનો ચહેરો મફલર થી ઢાંકી, મોર્નીગ વૉલ્ક પર નીકળી પડ્યો એ પણ નજીક ની કોલેજના રોડ પર જ્યાં સવાર સવારમાં વિદ્યાર્થીઓ ના ટોળે ટોળા રોડ પર આટલી વહેલી સવારે પણ હોય !

અચાનક એક છોકરી સામે આવી સ્મિત સાથે બોલી..."આરાધ્ય સર !!!"

આરાધ્ય એ અવાજ ને અવગણી પોતાની ચાલવાની ઝડપ વધારી આગળ ચાલતો થાય છે, તેની સાથે કદમ મિલાવતા તે છોકરી ફરી બોલી ઉઠી "મેં આપને ઓળખી લીધા...આપ આરાધ્ય સર છો."

"સોરી હું આરાધ્ય નથી"

આટલું કહેતા, થોડા અણગમા સાથે આરાધ્ય આગળ ચાલવા માંડ્યો.

ભલે આરાધ્યએ એ છોકરી ને અવગણી, પણ નખશિખ જોઈ લીધી પણ હતી...હરણ જેવી આંખો ખુલ્લા લહેરાતી લટો, બ્લુ જીન્સ ને વાઈટ ટોપ જેવા મોર્ડન ડ્રેસિંગમાં પણ તે છોકરીની સાદગીની પણ આરાધ્ય નોંધવા નું ચુક્યો ન હતો.

કોલેજ રોડ પરથી પરત આવી ને ડ્રોઈંગરૂમમાં સોફા પર આડો પડ્યો ને અચાનક તેની ચીસ નીકળી ગઈ.." ઓહ...આજ તો છે મારી જિયા ! ! ", "મારી નવી નોવેલનું ખૂટતું પાત્ર"

જેમતેમ કરી ને આરાધ્યની સાંજ તો થઈ ગઈ, દિવસ આખો પોતાની નવલિકાના પાત્રોને ચિતાર આપવામાં અને સ્ટોરી લાઈન ડ્રાફ્ટટિંગમાં નીકળી ગયો, સાંજે નવલિકાનો પ્રારંભ પણ કરી દીધો..પણ દરવખતે કરતા આવખતે તેને લેખન વખતે પણ કંઈક અલગ ફિલ થતું હતું, અંદર લખવા માટેનો જૂનો જુસ્સો આજે ઉમળકો બની ગયો હોય તેવું આરાધ્ય ને લાગવા માંડ્યું...અને એક પછી એક પાત્રો ને લઈ ને તેની સ્ટોરી આગળ વધવા માંડી...પણ બધા પાત્રો માં પણ 'જિયા', નું પાત્ર ન જાણે કેમ પણ તેને કંઈક અધૂરું હોય તેવું લાગવા માંડ્યું તે વાત નો ખ્યાલ તો ખુદ આરાધ્ય ન પણ ના આવ્યો ને...લખતા લખતા સાંજ ક્યારે રાત થઈ ગઈ તેનો પણ ખ્યાલ ન આવ્યો.

સવારે ફરી આરાધ્ય કોઈ તેને ઓળખી ના શકે તે રીતે ફરી તે કોલેજ રોડ પર પહોંચી ગયો પણ આ વખતે પોતાની કાર લઈ ને...તેને જલ્દી હતી તેના પાત્રોમાંથી અધૂરા લાગતા પાત્ર જિયા ને જાણવાની.

આમ-તેમ નજર ફેરવી પણ તેને કાલે મળેલ તે છોકરી ક્યાંય ન દેખાઈ અંતે ઘણી જફા કરી ને થોડે દૂર છ-સાત છોકરીઓ ટોળે વળી કાંઈ વાતો માં મશગુલ હતી તેમાં તેને તે છોકરી મળી ગઈ, તે બાજુમાં જ ઉભેલા એક યુવકને તે છોકરી તરફ આંગળી નો ઈશારો કરતા કહે છે " ભાઈ. પેલી છોકરી ને જરા બોલાવી આપશો !!?",

પેલો યુવક સામે સવાલ કરે છે કોણ... છબી ને!!??"

આરાધ્ય થોડી વાર એ તરફ જોઈ કહે છે.."અ..અ.. હા તેને જ".

તે યુવક તુરંત ત્યાં જઈ કહે છે " છબી, તને કોઈ મળવા માંગે છે....", છબી: " કોણ!!??",

યુવક આરાધ્ય તરફ આંગળી વડે ઈસરો કરી છબી નું ધ્યાન તે તરફ દોરી ને કાઈ કામ યાદ આવતા ત્યાંથી ચાલ્યો જાય છે.

નજીક આવી છબી અચરજ સાથે તુરંત કહે છે:

 "અરે ..આરાધ્ય સર આપ ! અહીંયા ??"

હવે અચરજ પામવાનો વારો આરાધ્યનો હોય તેમ શું કહેવું તે ન સુજતા આરાધ્ય બોલી ઉઠે છે':"આગળ વળાંક પર ના 'ટી પોસ્ટ' માં મારી સાથે ચા પીવા આવશો!!??"

છબી અવાચક થઈ, ગઈ કાલે જે વ્યક્તિ એકવાર વાત કરવા માટે પણ તૈયાર ન હતો એ આજે સામે ચાલીને ચા પીવા માટે આમંત્રણ આપે છે !!!!.

કાંઈ પણ ન સુજતા બીજીજ પળે છબી બોલી : " ઓકે ચાલો જઈએ"

આરાધ્ય છબી ને કાર તરફ દોરતો હોય તેમ મૂંગા મોઢે આગળ વધે છે.

છબી: "કાર!!?", "હું મારું સ્કૂટર લઈને ત્યાં આવું છું આપ ત્યાં પહોંચો."

તુરંત આરાધ્ય પોતાની કાર મા બેસી 'ટી પોસ્ટ'તરફ ધીમી ગતિ એ આગળ વધે છે. થોડી વારમાં બેક વ્યુ મિરર માં પાછળ છબી પણ આવતી તેને દેખાઈ છે.

બન્ને એકસાથે 'ત્યાં પ્રવેશ કરે છે, આરાધ્ય એક ખાલી ટેબલ તરફ આગળ વધી, છબી માટે એક ચેર પણ થોડી ખસેડી આપે છે..

આમતેમ નઝર ફેરવતી છબી તે ચેર પર બેસી જાય છે,

પોતાના પ્રિય લેખક સાથે આમ અચાનક મુલાકાત નો મોકો મળે તેવો છબીને ક્યારેય વિચારસુધ્ધા ન હતો આવ્યો. છબીને મનમાં પ્રજલ્ય(બબડાટ) કરતા જોઈ,

 આરાધ્ય જ બન્ને વચ્ચે નું મોંન તોડતો હોય,

 તેમ કહે છે : "એની કનફૂયુઝન ?", 

છબી: " ના...નહીં"

આરાધ્ય: " તો આપ આટલા ગુંચવણ માં કેમ લાગો છો!!"

છબી થોડું અટકતા :"એજ..કે...આમ અચાનક આપ મને...!! ચા માટે કહેશો એ મને ખૂબ અચરજ ભર્યું લાગે છે"  

ચહેરા પર આશ્ચર્ય સાથે છબી પૂછીજ નાખે છે:"શું આપ મને ઓળખો છો!!??"

આરાધ્ય:" એ સવાલ તો મારે કરવો જોઈએ", "તમે મને કંઈ રીતે ઓળખી પડ્યો!!?"

છબી:"તમે તો આજના સમય ના ખૂબ પોપ્યુલર લેખક છો, આપને કોણ ના ઓળખે!!?"

આરાધ્ય:" પણ હું તો કોઈ પણ ઓળખી ન શકે તે રીતે ચહેરો છુપાવી ને ફરતો હોઉં છું, છતા આપે મને પકડી પડ્યો!!"

છબી:"આપના કાંડા ઘડિયાળ અને જમણા હાથ પર ના ટેટુ એ આપને પકડાવી દીધા", આટલું કહી થોડીક હળવાશ અનુભવતા છબીથી થોડું મલકાઈ જવાયું.

 આ વાત થી આરાધ્ય હજુ અચંબિત હતો ત્યાં છબી ફરી બોલી:" હમણાં ટાઉન હોલ માં જે કાર્યક્રમ હતો, ત્યારે સ્ટેજ મેનેજમેન્ટમાં હું જ તો હતી, અરે આપની સ્પીચ વખતે માઈક દેવા હું જ તો.આવી હતી!!!"

સંવાદ વચ્ચે બન્ને ને ખયાલ પણ ન રહ્યો કે ઓર્ડર લેવા માટે વેંઈટર ટેબલ પર રાહ જોવે છે.

આરાધ્ય વેઈટરને બે મસાલા ચા લઈ આવાનું કહે છે..

આરાધ્ય: "ઓહ.. એ તમે હતા ? સોરી મારુ ધ્યાન ફક્ત સ્પીચમાં જ હતું"

છબી :"ઈટ્સ ઓકે સર .. પણ મારો સવાલ નો જવાબ તો તમે ના આપ્યો..!!"

સંવાદ માં બ્રેક આવી હોય તેમ વેઈટર ચા ટેબલ પર પીરસે છે,

ચા હાથ માં લઈ આરાધ્ય કાઈ કહે એ પહેલાજ છબી નો મોબાઈલ રણકયો...

ફોન રિસીવ કરી સામે ના વ્યક્તિને કહે છે :"હું 10 મિનિટ માજ ત્યાં પહોંચું છું તમે લોકો વેઈટ કરો.""

આરાધ્ય સામે જોઈ ફોન કાપતા છબી:" માફ કરજો, મારી ફ્રેન્ડ નો કોલ હતો અમારો કોલેજ પ્રોજેક્ટ આજે સબમિટ કરવાનો છે માટે મારે જવું પડશે."

આરાધ્ય:"ઓકે fine"

છબી:" નોટ ઓકે, તમે મને હજુ એક ઓટોગ્રાફ અને મારા સવાલ નો જવાબ કશુજ નથી આપ્યું."

આરાધ્ય:" ચોક્કસ પણ તે માટે તમારે મને ફરી મળવું પડશે !!!, કાલે અહીંયા જ આજ સમયે!!??."

છબી:"પાકું પણ કાલે મારી ફ્રેન્ડ્સ પણ આપને મળશે તો એમને ખૂબ ગમશે"

આરાધ્ય:" ઓહ...નહિ..આપણે મળ્યા એ પણ પ્લીઝ આપ કોઈ ને ન કહેતા"

છબી:" કેમ!!?."

આરાધ્ય:"એ હું આપને કાલે કહીશ, અત્યારે તમે તમારા પ્રોજેકટનું કામ પૂરું કરો"

છબી:" ઓકે બાય સર"

ટેબલ પર બે ચા ના કપ, ને એકલો અટૂલો આરાધ્ય....છબી સાથે હજુ પણ વાતો માં મગ્ન રહે છે...તેની આ મગ્ન સમાધિ નો અંત કોઈ ના કોલાહલ થી થતા તેને ખ્યાલ આવે છે કે થોડી ક્ષણો ની આ મુલાકાત તેના પાત્ર જિયા ને ઉજાગર કરવા પૂરતી નથી...મન ની વધેલી વ્યાકુળતા સાથે તે પણ પોતાની કાર તરફ આગળ વધે છે..

વિચારમગ્ન આરાધ્ય ને એ ખ્યાલ ન રહ્યો કે ક્યારે તે પોતાના બંગલા ના ગેટ સુધી આવી ગયો !!

છબી આજે કાંઈક નવા ઉલ્લાસ થી જ કોલેજ માટે વહેલી નીકળી, ટી પોસ્ટ પર સ્કૂટર પાર્ક કરતા તેની નઝર માં આરાધ્ય ની કાર આવી ને તેને ભાન થયુ કે થોડી લેટ થઈ છે કે પછી આરાધ્ય જ વહેલો આવી પહોંચ્યો !!!!?

આરાધ્ય સામે ની ચેર માં બેસતા ની સાથે જ,

છબી:" સોરી સર લેટ આવી ને હું!!?"

આરાધ્ય:"ઇટ્સ ઓકે સોરી તો મારે કહેવું જોઈએ, મેં આજે પણ તમને હેરાન કર્યા ને અહીંયા બોલાવ્યા...", "તમે ચા તો પીઓ છો ને !!??"

છબી :"હા. હું પીઉં છુ" મલકાટ સાથે કહે છે.

છબી:"શુ તમે પણ ચા ના શોખીન છો??"

આરાધ્ય:" શોખીન!!, હા" આટલું કહેતા તેનાથી પણ મલકાઈ જવાયું...

આરાધ્ય:" એક તો ચા સવારે તાજગી અને late night writing માં મિત્ર બની સાથ આપે છેઃ"

છબી:"બસ આટલું જ ??", "ચા ને તો ચાહત કહેવાય, જોજો એક યુગ એવો આવશે જ્યારે ચા ને ચા નહીં મહોબત કહેવાશે" 

આટલું વાક્ય પુરુ કરે એ પહેલાં જ આરાધ્ય સાયરના અંદાઝ બોલ્યો,

" ઈસક મહોબત સબ બલા હે..તુમ ચાઈ પીઓ ઉસમેં હી ભલા હે"

છબી:" વાહ..વાહ તમે લેખક સાથે શાયર પણ છો!!? તો એ વાત પર તો તમારે મને એક ઓટોગ્રાફ તો આપવો જ પડશે ને સાથે મારા કાલ ના સવાલ નો જવાબ પણ..કે આ મુલાકાત નું કારણ શું !!?? "આટલું કહી તે નોટ-પેન આગળ ધરી દે છે.

આરાધ્ય:" વ્હાય નોટ!!! પેન થી છબી ની નોટ માં ઓટોગ્રાફ આપતા કહે છે," હું એક નોવેલ લખી રહયો છું... તેમાં..." આટલું કહી થોડું રોકાઈ આરાધ્ય કહે છે કે "તમને મળવા નું કારણ માત્ર એજ છે કે મારે એ જાણવું છે કે આજના યુગની છોકરીઓના શોખ, વિચારો અને ખાસ કરી ને પ્રેમ...." 

આ અધૂરા વાક્ય નો છેલ્લે બોલાયેલ શબ્દ 'પ્રેમ' સાંભળીને છબી ના હૃદય માં જંકૃતિ થઈ, છબી ના ચહેરા ના હાવભાવ સાથે મન માં પણ આરાધ્ય ની એક અલગ છબી ઉપાસવા લાગી, જાણે આરાધ્ય નો ચહેરો છબી પર વશીકરણ કરતો ના હોય.

પણ સામે પક્ષે આરાધ્ય માટે તો છબી માત્ર ને માત્ર તેની નોવેલ નું પાત્ર જિયા જ હતું.

ત્યારબાદ આવી ચાર પાંચ મુલાકાતો થઈ, આરાધ્ય માટે આ મુલાકાતો માત્ર પાત્ર-સંશોધન હતી પરંતુ આ મુલાકાતો છબીને મન આરાધ્ય માટે ની એક અલગ જ આકૃતિ બનાવી ચૂકી હતી.

આવીજ એક દિવસ ની મુલાકાત માં છબી ની સમાધિ ભંગ કરતા આરાધ્ય બોલ્યો,

"છબી, તારે કોલેજ જવા નું late નથી થતું!!" સંબોધન માં આવેલ તુકારો પણ છબી ને વહાલો લાગ્યો. 

ટી પોસ્ટ ના ટેબલ પર થી ઉઠતા, બોલી ઉઠી " હા.... હું કાલે પણ late થઈ ગઈ હતી"

આરાધ્ય:" ઓકે બેય ને થેંકસ કે તે તારો કિંમતી સમય કાઢી મને મારી નોવેલ માટે મદદ કરી."

છબી(થોડા ઉચાટ સાથે): " મતલબ કાલે આપણે ફરી નહીં મળીએ!!??"

આરાધ્ય:" હાસ્તો...હવે રોજ-રોજ થોડું મળવાનું!!?"," હવે મારી નોવેલ પણ પુરી થઈ ગઈ છે ને તે કોઈ પણ ઓળખાણ કે મિત્રતા વિના જે મદદ કરી છે તે હું કદી નહીં ભૂલું","જીવન માં ઘણા એવા લોકો પણ હોય છે જે મિત્ર ના હોય છતાં તેનાથી ખૂબ વિશેષ હોય છે." આટલું કહી તે ઉઠે છે ને છબી સાથે હાથ મિલાવી મુલાકાત પૂર્ણ કરી દે છે..

છબી ના મનમાં તો રીતસરનું તોફાન શરૂ હતું, સ્થિતિ અંતર ની વાત કહી શકાય તેમ પણ નહતી ન તો ચૂપ રહી શકાય તેમ હતું,

આજીજી ભર્યા સ્વરે છબી બોલી: " આમ અચાનક!!?","તમારે મને કાલે છેલ્લી વખત તો મળવા આવવું જ પડશે" એટલું વાક્ય બોલતા તેના થી હંફાઈ જવાયું...

આરાધ્ય:"પણ હવે ફરી મળવા નું કોઈ કારણ જ નથી"

છબી:" પણ એક વાર...મારે ખાતર પ્લીઝ"

આરાધ્ય: "તું આજ આટલી ઝીદ શું કામ કરે છે ?"

છબી: "જો જવાબ ને શોધવો હોઈ તો પહેલાં સવાલ સમજવો પડે ..."

આરાધ્ય: "ઓકે કાલ આપણે મળીએ છીએ."

છબી: "ઓકે થેંક્સ,...bay" આટલું કહી છબી ત્યાંથી નીકળી ગઈ પરંતુ તેના અંતરમન માં તો જાણે ઘમાસાણ ચાલુ હતું, આખો દિવસ અંદરના આ યુદ્ધ સાથે પસાર કરી ને સાંજ પણ તેની આવી ગઈ, સવારે ઉઠીને તે નિત્યક્રમ મુજબ આરાધ્ય ને મળવા રોજિંદી જગ્યાએ સમયસર પોહચી...

આરાધ્ય પણ હાજર હતો, 

આરાધ્ય (આશ્ચર્ય સાથે) : "અરે છબી !! આજે એકદમ સમયે આવી ગઈ!!??"

છબી:" આજનો દિવસ મારા માટે ખાસ છે."

આરાધ્ય:" અચ્છા !!?? ઓહ સમજી ગયો આજે તારો birthday છે, એટલેજ પિન્ક સાડી..ને એરિંગ્સ બિંદી બધું બરાબર મૅચિંગ કરી ને આવી છો." 

છબી:" ના એવું કશુજ નથી"

આરાધ્ય:"તો નક્કી કોઈ મેરેજ function માં જાવા નું લાગે. છે...કે ક્યાંક તારી સગાઈ....!!??"

છબી:" લેખક સાહેબ, ખૂબ બધું લખ્યું-ને વાંચ્યું પણ કોઈ દિવસ તમે કોઈની આંખો ની ભાષા પણ ઉકેલતા શીખો!!!"

આરાધ્ય:" તું આજે કાઈ અલગ જ મૂડ માં હોય તેવું લાગે છે!, તારો કહેવા નો મતલબ!!?"

છબી:" આપણી આ ચાર પાંચ દિવસ ની મુલાકાતો એ આપણી વચ્ચે ની દોસ્તી હતી કે તેનાથી પણ વધારે...પણ જે કાંઈ હતું તે ખૂબ સુંદર અને મારા માટે મહત્ત્વનું હતું અને હજુ પણ છે, બસ એ ખતમ ના થઈ જાય એટલે મેં કહ્યું નહીં પરંતુ હું તમને પ્રેમ કરવા લાગી છું.."

આરાધ્ય( અવાચક થઈ): " શું !!? પ્રેમ!!??, કેવી વાતો કરે છે!!??"

છબી:" સાચું કહું છું હું આપને પ્રેમ....", એટલુંજ બોલી ત્યાં તેને અટકાવતા આરાધ્ય નો આશ્ચર્ય નો ભાવ ગુસ્સામાં માં પલટાઈ ગયો ને તે બોલ્યો "પણ હું તને પ્રેમ નથી કરતો.."

છબી:" તો આજ સુધીની આ મુલાકાતો..એકબીજાને મળવા ની તાલાવેલી એનો અર્થ!!???"

આરાધ્ય :" એનો કોઈ અર્થ નથી, ફક્ત ને ફક્ત તારા મન નું ખોટું અર્થઘટન છે.", " આ તારી ભૂલ છે છબી."

છબી"ભૂલ..ફક્ત મારી જ !!?? તમે પણ એકબીજાની આંખો મળતાજ હસતા હતા."

આરાધ્ય એકદમ જુસ્સા માં એક શ્વાસે કહી દે છે " મારા માટે તું માત્ર મારી નવલિકા નું પાત્ર જિયા છો, એથી વિશેષ કશુજ નથી"

છબી આખી વાત ને સમજી ગઈ, કે આમ એકતરફી પ્રેમ નો કઈ અર્થ નથી,આરાધ્ય ના શબ્દો છબી ના મન માં મેખ ની જેમ ખૂંચી ગયા, કસાજ પ્રતિઉત્તર વગર તે ત્યાં થી નીકળી ગઈ...આરાધ્ય તેને જતી જોઈ રહયો.

6-7 દિવસ બાદ આરાધ્યની બુકનું એડિટિંગ પણ પૂરું થઈ ગયું, આદત મુજબ આરાધ્ય એ પોતાની બુકની ચર્ચા થોડા ખાસ કહી શકાય તેવા સાહિત્ય જગત ના લોકો સાથે કરી તેવો ની પ્રતિક્રિયા પણખૂબ સારી રહી,

બુક નું નામ આરાધ્ય એ રાખ્યું 'જિયા'

નિશ્ચિત દિવસે બુક નું અનાવરણ પણ ખૂબ સારું રહ્યું...અને જોતજોતામાં આ એક બેસ્ટ સેલર નોવેલ બની ગઈ...સોશ્યલ મીડિયા સહિત બધી જગ્યાએ પ્રસિધ્ધ થયેલ નોવેલ ની બીજી આવૃત્તિ માટે પ્રકાશક રીતસર ના આરાધ્ય ને કારગરવા લાગ્યા..

એક સાહિત્ય ના કાર્યક્રમમાં પત્રકારો એ આરાધ્ય ને ઘેરી લીધો ને સવાલો ની ઝડી વરસાવી દીધી, અંતે દૂર ઉભેલ એક મહિલા પત્રકારે સવાલ કર્યો " આ બુક જિયા ના પાત્ર ને લીધે જ આટલી સફળ રહી છે જે એક સ્ત્રી પાત્ર છે, તો આપ ની સફળતા પાછળ પણ કોઈ સ્ત્રી પાત્ર છે!!??"

આ સવાલ જાણે વીજળી બની ને આરાધ્ય પર આવી પડ્યો.

થોડી ક્ષણો માટે તે શુન્ય અવકાશમાં ગરકાવ થઈ ગયો....કેમેરાઓની ફ્લેશના ઝબકારાની જેમ...છબી એક ક્ષણ માટે તેની આંખોમાં આવી અને અદ્રશ્ય થઈ ગઈ.


Rate this content
Log in

More gujarati story from શિવાની ભટ્ટ પંડ્યા

Similar gujarati story from Romance