Kailash Vinzuda

Romance Inspirational Others

4.3  

Kailash Vinzuda

Romance Inspirational Others

આંખોનું તેજ

આંખોનું તેજ

6 mins
482


અયાશ અને કાવ્યાની આઠમી વર્ષગાંઠ હતી બંને બેહદ આનંદમાં હતાં બધાં જ મહેમાનો એમને ગુલદસ્તા અને ગીફ્ટ સાથે શુભેચ્છાઓ પાઠવી રહ્યાં હતાં અને પ્રયાગ પણ એનાં મિત્ર અયાશને એક નાનુ ગીફ્ટ અને ગુલદસ્તા સાથે એમને શુભેચ્છા પાઠવવા માટે ગયો. પછી પ્રયાગ એની જગ્યા પર આવીને બેસી ગયો. પરંતુ પ્રયાગની આંખો આ પાર્ટીની ભીડમાં જાણે કો'કને નીરંતર શોધી રહી હોય એવું લાગી રહ્યું હતું. ભવ્ય લાઈટોથી માહોલ એ રીતે ઝગમગતો હતો જાણે અમાસની રાત્રે ચાંદ સોળે કળાએ ખીલ્યો હોય. એમાં આખું વાતાવરણ સંગીતનાં તાલ પર નાચતું હતું. અને દરેક જણ એનો લુફ્ત ઉઠાવી રહ્યા હતા. બધાં જ સંગીતના સાગરમાં એ રીતે ડૂબીલા હતાં જાણે ઉર્મીઓમાં જામ ડૂબીલા હોય. એવાં માં એક વેઈટર માઈક પર અનાઉન્સ કરે છે કે અહીં ઉપસ્થિત તમામ અતિથીઓને મારો નમ્ર અનુરોધ છે કે થોડી વાર માટે સંગીતના સાગરમાંથી બહાર આવો અને હું જે વાત કહેવા જઈ રહ્યો છું એની પર ધ્યાન આપો. આટલું કહ્યું ત્યાં તો પ્રયાગની આંખોની સફર જાણે હંમેશા માટે પુરી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું. વેઇટરે કહ્યું મને એક ડાયમંડનો હાર મળ્યો છે આપમાંથી કોનો છે. આટલો બેહદ કિંમત હાર એને મળ્યો હોવા છતાં એ પોતાની પાસે નથી રાખતો અને દરેક જણ પોતપોતાની વસ્તુ જોવાં લાગ્યાં અને દરેકનાં મનમાં લાલચની કૂંપળ ફૂટી અને કહેવા લાગ્યા એ હાર મારો છે હવે બિચારો વેઇટર મુંઝવણમાં મુકાય ગયો. કે આ જે કિંમતી વસ્તુ મળી છે એ ખોટા હાથમાં ચાલી જશે તો અહીં તો દરેક જણ એમ કહે છે કે એ વસ્તુ મારી છે. પરંતુ વેઇટર ઈમાનદારની સાથે બુધ્ધીમાન પણ હતો એણે એક તરકીબ સુઝી એણે કહ્યું કે આ ડાયમંડનો હાર જેનો પણ છે એ પોતાની પીઠ મારી તરફ કરે બધાં જ લોકો પીઠ વેઇટરની તરફ કરવા લાગ્યા પણ એક જ એવી વ્યક્તિ હતી કે જેણે પોતાની પીઠ વેઇટર તરફ નાં કરી. વેઇટર સમજી ગયો કે આ ડાયમંડનો હાર એજ વ્યક્તિનો છે. એણે કંઈ જ વિચાર્યા વિના એ વ્યક્તિના હાથમાં ડાયમંડનો હાર સોંપી દે છે. એ વ્યક્તિ વેઇટરની આંખોમાં આંખો પરોવી એકી નજરે જોઈ રહી હતી જાણે તૂટેલી માળા ફરી આજે જોડાય ગઈ હોય. એ વ્યક્તિ પચ્ચીસેક વર્ષની લેડી હતી. એ વેઇટરની ઈમાનદારી અને બુધ્ધીમતાથી ખુબ જ પ્રભાવિત થઈ અને એને પોતાનો હાર તો મળી ગયો પરંતુ પોતાનું હૃદય ખોઈ નાખ્યું. એણે વેઇટરને કહ્યું ,મને મારો હાર તો મળી ગયો કિંતુ હું મારું હૃદય ખોઈ બેઠી છું અને એણે વેઇટરને પ્રપોઝ કર્યું.અને વેઇટર સ્તબ્ધ થઈ ગયો ક્ષણવાર માટે એનાં પગ તળેથી જમીન સરકી ગઈ અને કહેવા લાગ્યો કે આપ આટલાં રૂપવાન અને કાચનાં મ્હેલ માં રહેવા વાળાં છતાં મારાં જેવાં ગરીબ વેઇટરને આપ પોતાનો જીવનસાથી બનાવવા માંગો છો મને ખુલ્લી આંખે જોયેલું સ્વપ્ન લાગે છે.

એ સૌંદર્યવાન લેડી કહેવા લાગી કે

હજારોની ભીડ માં પણ એકલતા જ અનુભવતી હતી પરંતુ આજે આપની આંખો માં જોયાં પછી એવું લાગ્યું કે હવે હું એકલી નથી આમ પણ આ જગતમાં દરેક જણ પૈસા, રૂપ, અહમ, લાલચની દલદલમાં ડૂબેલા છે પરંતુ આપ એમાંથી બહાર છો આપની આંખોમાં મને ઈમાનદારી, પ્રમાણિકતા, વફાદારી અને માસુમિયત જોવાં મળી છે. જેમ વહેતું નીર જેટલું ચોખ્ખું હોય છે એમ આપનું હૃદય એથી પણ વધુ ચોખ્ખું મને જણાય છે.ને આપની આંખોના તેજે મને બધું સમજાવી દીધું કે આપ કેવાં અને કેટલાં સારાં છો ને આમ પણ હું એવાં વ્યક્તિને શોધી રહી હતી કે જેમાં અહમ,મોહ લાલચ આવું કંઈ જ નાં હોય ને આજે મને એ વ્યક્તિ મળી ગઈ છે એથી આપ મારાં પ્રેમનાં પ્રસ્તાવને દુનિયાની પરવાહ કર્યા વગર સ્વિકાર કરો.

હજુ વેઈટર એના પ્રેમનાં પ્રસ્તાવને સ્વિકાર કરે ત્યાં જ પ્રયાગ પોતાની જગ્યા પરથી ઊભો થઈ ગયો અને આવીને એ વેઇટરને ભેટીને રડવા લાગ્યો એની માફી માંગવા લાગ્યો એવાંમાં કાવ્યા સૂરજથી પણ વધુ ગરમ થઈ ગઈ અને સંગીતના સાગરમાં ડૂબેલો માહોલ એકાએક રણભૂમિમાં ફેરવાતો નજર આવતો હતો. કારણ કે એ સૌંદર્યવાન લેડી બીજું કોઈ જ નહીં પરંતુ કાવ્યાની સગી બહેન સાક્ષી હતી. અને વેઇટર બીજું કોઈ જ નહીં પ્રયાગનો નાનો ભાઈ અભય હતો. પ્રયાગ અને અભય વચ્ચે ઝઘડો થયો હોવાને કારણે બંને જુદા પડી ગયાં હતાં પરંતુ આજે વર્ષો પછી બંને એકબીજાને મળી ગયાં અને પ્રયાગને એની ભૂલ પર ખૂબ જ પસ્તાવો થયો એથી અભયને ભેટી રડવા લાગ્યો.અને કાવ્યાએ સાક્ષીને જોરદાર તમાચો માર્યો અને કહેવા લાગી કે તું પાગલ થઈ ગઈ છે ક્યાં આ મામૂલી અનએજ્યુકેટેડ વેઇટર અને ક્યાં તું આલીશાન મ્હેલની રાજકુમારી. આપણાં પરિવારની ઈજ્જતનો કંઈક તો લીહાજ કર તને કોઈ નહીં અને આ મામૂલી વેઇટર જ પસંદ આવ્યો. કે જેને તું હૃદય આપી બેઠી.

ત્યાં અયાશ બોલ્યો એ આલીશાન મહેલ માં પણ ઘૂટન જ અનુભવે છે આજે એનાં ચહેરા અને આંખો પર તેજ દેખાય રહ્યું છે મને. પરંતુ તું એ નથી જોઈ શકતી કારણ કે તારો દષ્ટિકોણ જ અલગ છે. આ અભય ઈચ્છત તો એ આટલો બેહદ કિંમતી હાર પોતાની પાસે પણ રાખી શકત છતાં એણે એવું નથી કર્યું એણે પ્રામાણિક પણે કહી દીધું અને હાર સોંપી દીધો. આજ નાં સમયમાં કોઈને સો રૂપિયા પણ મળે તો પણ પરત નથી કરતાં ને આ અભયે નિઃસ્વાર્થભાવે અને પ્રમાણિક પણે જણાવી દીધું. ત્યારે પ્રયાગ કહે છે આપ રાજમહેલમાં રહો છો છતાં પણ આપમા જે ખુશી હોવી જોઈએ એ નથી અમે ભલે એક નાનાં ઘરમાં રહીએ પણ હદ વધું ખુશ રહીએ છીએ આમ પણ મોટાં લોકો હંમેશા નાનાં માણસના ગુણની કદર જ નથી કરતાં આટલું કહી પ્રયાગ પોતાના ભાઈ અભયને લઈને ત્યાં થી ચાલતો થયો એટલાં માં કાવ્યાનુ હૃદય પરિવર્તન થયું અને બોલી કે અભય થોભી જા મને માફ કરી દે અને સાક્ષીની પણ ક્ષમા માંગી અને અયાશને કહે છે સારું થયું તમે મને પાપ કરતાં રોકી લીધી મારી આંખે અહમના ચશ્મા હતાં જેથી હું અભયની ઈમાનદારીને જોઈ નાં શકી. પરંતુ હવે મને સમજાય ગયું છે જીવનમાં પૈસો રુપ અને અહમનુ કોઈ જ મહત્વ નથી એ બધાં થી ફક્ત ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે પરંતુ ભીતરનું સુખ ક્યારેય પ્રાપ્ત નથી થતું ને આમ પણ જીવનમાં ખરો આનંદ તો ભીતરમાં થી મળે છે નાં કે કોઈ બીજી વસ્તુમાંથી. ને આમ પણ હાલ આ જગતમાં સાચાં માણસોને શોધવા એટલે દરિયામાંથી તલ શોધવા જેવું છે અમને સામે થી એક પ્રમાણિક અને વફાદાર માણસ મળ્યો એને નથી ગુમાવવો અમારી ખુશી તો મારી બહેન સાક્ષીની ખુશી માં જ છે એથી કાવ્યા સાક્ષી અને અભયને કહે છે તમે બંને એક બીજાને પ્રપોઝ કરો. અને પ્રેમનાં બંધનમાં બંધાઈ જાવ‌. બધાં જ લોકો એ તાળીઓના ગડગડાટ સાથે બંને પર ફૂલોની વર્ષા કરી અને પ્રયાગને પોતાનો ભાઈ મળી જાય છે અને અભયને સાક્ષી આમ રણભૂમિમાં ફેરવાયેલો માહોલ ફરી સંગીતનાં સાગરમાં ડૂબી જાય છે.

         અહીં કહેવાનો તાત્પર્ય ફક્ત એટલો છે કે જો આપણી અંદર નિષ્ઠા, પ્રમાણિકતા અને ઈમાનદારી હોય તો આપણે ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું નાં હોય એવાં સંબંધ માં ઈશ્વર બાંધી દે છે અને અઢળક સુખ આપે છે.જો અભયે એવું વિચારી લીધું હોત કે આટલો બેહદ કિંમત હાર હું મારી પાસે જ રાખી લઉં અને પરત નાં કરું એને વહેંચીને અઢળક પૈસા મેળવી લેત પરંતુ એને ભીતરનું સુખ ક્યારેય પ્રાપ્ત ન થાત. જીવનમાં પૈસો જ બધું નથી હોતું. અને કાવ્યા એ પણ જો ઉચ્ચનીચ નાં ભેદભાવો કર્યા હોત તો એની બહેન સાક્ષી ક્યારેય ભીતરનું સુખ પ્રાપ્ત ના કરી શકત. સંબંધોનું ફૂલ ત્યારે જ ખીલે છે જ્યારે એનાં મૂળ માં પ્રમાણિકતા, પારદર્શિતા,પ્રતિબદ્ધતા હોય. આપણે જેવાં કાર્ય અને જેવાં વિચાર લાવ્યે છે એવું જ ઈશ્વર આપણને ફળ આપે ને અભયના વિચારો અને પ્રમાણિકતા થી ઈશ્વરે સૌથી સારું ફળ આપ્યું. ઈશ્વર એવાં જ લોકોની મદદ કરે છે જે હૃદયથી નિર્મળ હોય વિચારો નીર જેવાં હોય અને એમાં ઈમાનદારી, વફાદારી ,અને પ્રમાણિકતા હોય એની જોડે ઈશ્વર ક્યારેય ખોટુ નથી કરતો. એને એનાં કર્મોનું ફળ વહેલાં કે મોળું આપી જ દે છે. ને આમ પણ કોઈ પણ સંબંધોનુ ફૂલ હોય પરંતુ એમાં પ્રમાણિકતા, પારદર્શિતા,પ્રતિબદ્ધતાની ફોરમ નાં હોય તો એ જલ્દી મુરઝાઈ જાય છે. એથી કોઈ પણ સંબંધોનું ફૂલ ખીલતાં પહેલાં એનાં મૂળમાં પ્રમાણિકતા અને વફાદારી હોવાં જોઈએ ને હમેશાં સત્ય, ઈમાનદારી, વફાદારી, અને પ્રમાણિકતાની રાહ પર જ ચાલવું.


Rate this content
Log in

More gujarati story from Kailash Vinzuda

Similar gujarati story from Romance