Vaibhav Barot

Romance Others

1.7  

Vaibhav Barot

Romance Others

આઈ એમ સોરી

આઈ એમ સોરી

10 mins
7.6K


"મને માફ કરજે યાર પણ હું  મજબુર છું " કોમલે નિઃશાસો નાખતા કહ્યું ."પણ મને એકવાર કારણ તો કહે ..." એટલું બોલે એ પેલા જ  કોમલ એ ફોન મૂકી દીધો .

રાજકોટ ,એક રંગીલું શહેર. વાત છે આ શહેરમાં રહેતા આ ત્રણ મિત્રોની : વિશાલ, કોમલ અને મનીષ. રાજકોટની એક ઉચ્ચકક્ષાની શાળામાં તેઓ અભ્યાસ કરતા હતા. ત્રણેયને મિત્રો તો ના જ કહી શકાય કારણ કે કોમલે હજુ સુધી વિશાલ અને મનીષ જોડે એક પણ વખત વાત કરી નહતી. કોમલ એક શરમાળ છોકરી હતી પણ તે પોતાના કામમાં જ વ્યસ્ત રહેતી. તે થોડી સુંદર હતી અને પોતાના એકદમ મીઠા અવાજને લીધે બધાનું મન મોહી લેતી .

વિશાલ અને મનીષ પણ આઠમા ધોરણથી આ શાળામાં હતાં. વિશાલ એક સામાન્ય પરિવારનો એક નો એક દીકરો હતો. તે અભ્યાસમાં પણ તેજસ્વી હતો. કલાસના ટોપટેનમાંથી કોઈ દિવસ બહાર ના દેખાતો એ. બીજી બાજુ મનીષપણ એક આબરૂદાર પરિવારનો દીકરો હતો. અભ્યાસમાં પણ તે ઠીક થાક હતો. વિશાલ અને મનીષની દોસ્તી સમગ્ર ક્લાસમાં જાણીતી હતી. બંને એકબીજાની આગળ પાછળની પાટલીમાં જ બેસતા. કોઈ શિક્ષકની રમૂજ હોય, પરીક્ષામાં ચોરી હોય કે પછી રીસેશમાં નાસ્તો,બધામાં બંને સાથે જ હોય.

આ ત્રણેય મિત્રો એક જ કલાસમાં હોવાથી કોમલ વિશાલ અને મનીષને સારી રીતે ઓળખતી હતી. મનીષ એક સમૃદ્ધ ઘરનો હોવાથી તેની પાસે તે સમયમાં મોબાઇલ પણ હતો. પણ વિશાલ પાસે એવું એક પણ રમકડું નહતું. કોમલ પાસે પણ એક સાધારણ મોબાઇલ હતો .

વિજ્ઞાનપ્રવાહનું અંતિમ સિમેસ્ટર તેના અંતિમ ચરણમાં હતું. બધાવિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા ની તૈયારીઓમાં વ્યસ્ત હતા. તે સમય એ વિધિના લખ્યા લેખ કહીએ કે સમયની શરણાઈના સુર, કોમલને તેની એક બહેનપણી પાસેથી મનીષના નંબર મળે છે. કોમલે પણ તેના શરમાળ સ્વભાવને લીધે આ વિષે બહુ વિચાર્યું નહિ અને પોતાનું રોજબરોજનું જીવન ચાલુ રાખ્યું. પણ આ યુવાનીના નશા એ આજ સુધી કોઈને છોડ્યા છે ખરા ?

થોડા દિવસ પછી કોમળની નજર ફરી એ પેજ પર પડે છે જ્યાં મનીષનો નંબર લખેલો હોય છે. કોમલ કલાસની કદાચ પેલી છોકરી હતી જેની પાસે અજાણ્યે  મનીષનો નંબર આવ્યો હતો. બપોરનો સમય હતો અને એમાં પણ રવિવાર નો દિવસ, એટલે શાળામાં રજા હતી. કોમલનું મન વ્યાકુળ થતા તેને તેણે મોબાઇલ હાથમાં લીધો અને મનીષને ફોન કર્યો, પણ ફોન મનીષની મોટી બહેનએ ઉપાડ્યો. કોઈક છોકરીનો અવાજ સાંભળીને કોમલ ડરી ગઈ અને ફોન કાપી નાખ્યો. તેનાહૃદય ના ધબકારા વધી ગયા હતા, પણ થોડી વાર પછી તે શાંત થઇ. સાંજે ફરીવાર તેણે ફોન કર્યો પણ આ વખતે મનીષ ખુદ હતો. મનીષ નો અવાજ સાંભળતાજ કોમલના મુખપર એક હલકું મધુર સ્મિત આવ્યું.

"હેલો, કોણ બોલે છે ?" કોમલએ સ્મિત સાથે પૂછ્યું.

"હું મનીષ બોલું છું. તમે કોણ ?" પહેલીવખત કોઈ અજાણી છોકરીનો અવાજ સાંભળીને આશ્ચર્યચકિત થઈને મનીષે પૂછ્યું .

"હું કોમલ પંડ્યા. ઓળખે છે ?" કોમલએ પૂછ્યું .

"હા કદાચ,બી-ગ્રુપ લાસ્ટ બેન્ચ ઈન ક્લાસ રાઈટ ?" આ વખતે તો મનીષ પણ મુખ પરના સ્મિતનો ભોગ બની ચુક્યો હતો.

"હા. છોકરીઓની બેન્ચની સારી જાણકારી રાખે છે હો બાકી." તે હસતા હસતા બોલી .

"હા એતો રાખવી જ પડેને. પણ તને મારો નંબર કઈ રીતે મળ્યો ?" મનીષને પણ રમૂજ સુજી .

"મેં થોડાદિવસ પહેલાં કૃપાની નોટબૂક લીધી હતી તેમાં તારો  નંબર લખેલો હતો ."

"હા .કૃપામારા પપ્પાના ખાસ મિત્રની દીકરીછે. તેઓ થોડાદિવસ પેલા આવ્યા હતા અમારા ઘરે ત્યારે મારા પપ્પા એ મને અભ્યાસમાં તેની મદદ કરવા આગ્રહ કર્યો હતો. તેથી મેં તેને મારો નંબર આપ્યો હતો." મનીષએ કહ્યું .

"સારું. કેવું ચાલે તારું ભણવાનું ? પરીક્ષાની તૈયારીઓ તો ચાલુ કરી દીધી હશેને તે તો ?" કોમલ હસતા હસતા બોલી .

"ના ના, હજુ તો હું મારા કાકાના ઘરે જવાનો છું. ત્યાંથી થોડા દિવસો પછી આવીશ એ પછી શરુ કરીશ. તું બોલ તારે કેવી ચાલે તૈયારી ?" મનીષ એ પૂછ્યું .

"હું તો કાલથી શરુ કરવાની છું. ચાલ પપ્પાને આવવા નો ટાઈમ થઇ ગયો છે, હું મુકું છું. પછી ક્યારેક વાત કરશું, આવજે" કોમલ એ કહ્યું .

"સારું બાય" મનીષએ કહ્યું.

ફોન મુકતાની સાથે જ કોમલે ઓશિકાને તેના હૃદય સાથે ચાંપી દીધું.તે બહુ જ ખુશ હતી. તેની આ ખુશીનું કારણ તેને પોતાને જ ખબર ના હતી. બસ તેના મુખ પર અવિરત હાસ્ય હતું. બીજી બાજુ મનીષનો પણ આજ હાલ હતો. તે મનોમન હસતો હતો. તેનું આ મરક મરક હાસ્ય જોઈને તેના મમ્મી એ તેને કારણ પૂછ્યું પણ તે જવાબ આપ્યા વિના જ ઘરની બહાર નીકળી ગયો. તેણે વિચાર્યું કે આ વાત સૌ પ્રથમ વિશાલ ને કહી દેશે પણ વાત નકામી પ્રસરી જશે અને લેવા ના દેવા થઇ જશે આવો વિચાર આવતા માંડી વાળ્યું.

મનીષ અને કોમલની મિત્રતા હવે ગાઢ થવા લાગી હતી. તેઓ અવારનવાર ફોનમાં વાતો કરવા લાગ્યા. બંનેની મિત્રતામાં વસંતનું આગમન થઇ ચૂક્યું હતું. બંને ક્લાસમાં એક બીજા સામે મરક મરક હસી લેતા તો ક્યારેક ઈશારોમાં વાતો પણ કરી લેતા. આ બાજુ વિશાલ આ બધા થી અજાણ હતો. મનીષ વિશાલને આ એક પણ વાતની જરા પણ જાણ ન થાય તેની ખાસ તકેદારી રાખતો .

વાતો કરતા કરતા પરીક્ષાનો સમય વીતી ગયો હતો અને અંતિમ સિમેસ્ટર પણ શરુ થઇ ગયું હતું. એક દિવસ મનીષને કંઈક અલગ સુજ્યું. તેણે કોમલને મળવા માટે બોલાવી.

"ના મનીષ ,મારા ઘરે આખો દિવસ બધા હાજર જ હોય છે. આમ હું ઘરેથી ન નીકળી શકું સોરી." કોમલ ઉદાસ થતા બોલી .

"અરે યાર ,આપણે ઘણા સમયથી વાતો કરીએ છીએ. આમને આમ તો આ સિમેસ્ટર પણ પૂરું થઇ જશે. એ પછી તો આપણે બધા અલગ પડી જશું. કોણ જાણે ક્યારે મળશુ કે નઈ ! પ્લીઝ આપણી મિત્રતાને ખાતીર એકવાર તો આવ યાર" મનીષ નિઃશાસો નાખતા બોલ્યો .

મનીષ એ કહેલા અંતિમ વાક્ય એ કોમલને મળવા જવા માટે મજબુર કરી દીધી હતી. બંને એ આગળના રવિવારે મળવાનો પ્લાન બનાવ્યો.

બંનેને જે સમયની રાહ હતી એ સમય અંતે આવી જ ગયો. બંને રવિવારે બપોરના સમયે એક બગીચામાં મળ્યા. કોમલ એ સફેદ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તે ખુબ જ સોહામણી લાગતી હતી .મનીષે પણ સફેદ શર્ટ અને બ્લુ જિન્સ પહેર્યા હતા. કોમલની સુંદરતા ક્લાસ કરતા આજે કૈક અલગ જ હતી. મનીષ થોડી વાર માટે તો કોમલને જોઈ જ રહ્યો. બંનેએ હાથ મિલાવ્યા અને એક બાંકડા પર બેઠા. એક કલાક વાતો એ વળગ્યા પછી બંને હસતા હસતા છુટા પડ્યા.

બંનેના જીવનની વસંત તો જાણે સોળે કળા એ ખીલી હતી. તેના પછીના રવિવારે પણ બંને મળ્યા પણ આ વખતે તેઓ એકબીજાની વધુ નજીક હતા. કોમલ એ મનીષને પોતાને સ્પર્શ કરવાનો અધિકાર આપી દીધો હતો. હવેતો બંનેની યુવાનીના ફૂલ ઝડપથી ખીલી રહ્યા હતા. મનીષએ કોમલને ચુંબન કર્યું . હોઠ પરનું ચુંબન તો કોમલે ફિલ્મોમાં જ જોયું હતું. જિંદગીમાં તેનો અનુભવ કરીને તો કોમલની ખુશીની તો જાણે સીમા જ ન હતી. મનીષ પણ ખુબ ખુશ હતો. બંને આ રીતે અવારનવાર મળવા લાગ્યા. દરેક મુલાકાતની સાથે બંનેની નજીકતા વધતી જતી હતી. હવે તો બંને એક બીજા સાથે એક પણ ક્ષણ માણવામાં સંકોચ રાખતા નહતા. બસ એકબીજાના આલિંગનમાં બેસી રહેતા અને સમય તેની સાક્ષી આપતો.

બીજી બાજુ વિશાલ આ બધાથી અજાણ જ હતો. તેનું અને મનીષ વચ્ચેનું અંતર પણ કોમલના આગમનથી વધતું જતું હતું. કદાચ કુદરતને પણ આ મંજુર ના હતું. એકદિવસ સાંજના સમયે કોમલે મનીષને ફોન કર્યો, પણ ફોન મનીષના પપ્પા એ ઉપાડ્યો. મનીષના ફોન પર આવેલો કોઈ છોકરીનો ફોન અને તેના મોઢે મનીષનું નામ સાંભળતાજ તેઓ ગુસ્સામાં આવી ગયા. કોમલ એ પણ "હેલો મનીષ " બોલીને તરત જ ફોન મૂકી દીધો અને તે ખુબ જ ગભરાઈ ગઈ.

રાતે મનીષ ઘરે આવ્યો ત્યારે તેના પપ્પાના ચેહરા પરના હાવભાવ જોઈને સમજી ગયો કે નક્કી કૈક થયું છે. તેના પપ્પા એ બધું પૂછ્યુ અને કડકાઈથી ઝાટકણી કાઢી. મનીષને લાગ્યું કે હવે જૂઠું બોલવાનો કઈ અર્થ નથી. તેણે તેના પપ્પાને તેની અને કોમલની મિત્રતા વિષે સાચું કઈ દીધું. પરિણામે તેની સરસ મજાની ધોલાઈ થઇ. તેનો મોબાઇલ પણ લઇ લેવામાં આવ્યો. તે બહુ રડ્યો પણ તે પાછો મળ્યો નહિ.

બીજે દિવસે સવારે શાળાએ જઈને મનીષે એક ચિઠ્ઠીમાં બધું લખીને કોમલને જેમ તેમ કરીને પહોચાડી. તેમાં તેણે કોમલને હવે ભવિષ્યમાં ક્યારેય તેની સાથે વાત કરવાની કે તેનો સંપર્ક કરવાની ના પાડી હતી. કોમલ ખુબ જ ઉદાસ થઇ ગઈ અને રડવા લાગી પણ કદાચ આજ કિસ્મતનો ખેલ હતો. એ પછી બંને એ કોઈ દિવસ વાત કરવાની કે મળવાની કોશિશ કરી નહિ.

અંતિમ સેમિસ્ટર પૂરુ થઇ ગયું હતું અને હવે બધા અલગ અલગ ગામોમાં અભ્યાસ કરવા માટે છુટાપડવાના હતા. મનીષને ભાવનગરની એક ઇજનેરી કોલેજમાં પ્રવેશ મળ્યો, જયારે વિશાલને વડોદરામાં મળ્યું. કોમલે જાતે જ અમદાવાદની એક કૉલેજમાં પ્રવેશ લઇ લીધો હતો. હવે તો બધા પાસે પોતાના અલગ મોબાઇલ હતા. મનીષે એક દિવસ ખુબ વિચાર્યું અને તેના અને કોમલના સંબંધ વિશે વિશાલને જણાવ્યું. વિશાલ ખુબ શોકમાં આવી ગયો. તેને અંદાજો પણ નહતો કે તેનો ખાસ મિત્ર તેનાથી આવી વાત છુપાવશે. મનીષના ખુબ માફી માગવાથી અંતે વિશાલે તેને માફ કરી દીધો.

હવે તો વિશાલ પાસે પણ કોમલનો નંબર હતો. તેને કોમલ અને મનીષના મોબાઇલ સંબંધ વિષે મનીષે જ કહ્યું હતું. બંનેના નજીકની ક્ષણોની માહિતી તેને હતી જ નહિ. તે અને કોમલ ઘણીવાર મેસૅજમાં વાતો કરતા. ઘણી વાર વિશાલ તેને ફોન પણ કરતો. બંનેને ખબર જ નહતી કે નસીબ તેમને કૈક અલગ જ દિશામાં લઇ જવા માંગતું હતું. કોમલનો મીઠો અવાજ સૌને આકર્ષી લે તેવો હતો. બંને રાતે મોડે સુધી વાતો કરતા. વિશાલને વિશ્વાસ હતો કે મનીષ અને કોમલ વચ્ચે હવે કઈ જ નથી અને હશે પણ નહિ. તે કોમલ ને એકાએક ચાહવા લાગ્યો હતો. તેણે કોમલને આ વિષે એકાદવાર અજાણી રીતે પૂછ્યું પણ ખરા પણ કોમલ હવે કોઈ છોકરા સાથે ખાસ મિત્રતા કરવા ઇચ્છતી ન હતી.

દિવાળી નજીક હતી અને સૌ રજાઓ માણવા રાજકોટ આવ્યા હતા. મનીષ અને વિશાલ પણ લાંબા સમયે એક બીજાને મળીને ખુશ હતા. વિશાલ હવે કોમલ માટેની પોતાની લાગણીને છુપાવી શકે તેમ નહતો. તેણે કોમલને પોતાના સમ આપીને ફક્ત દસ મિનિટની મુલાકાત માટે રાજી કરી.

બરાબર ભાઈબીજનો દિવસ હતો. કોમલ અને વિશાલ એક મંદિર પાસે મળ્યા. બંનેએ થોડી વાર માટે વાતો કરી. અચાનક વિશાલ એ કોમલના પગ પાસે બેસી ગયો અને તેનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, "કોમલ,ઘણા દિવસથી એકવાત દિલમાં છુપાવીને બેઠો છું પણ હવે હિમ્મત નહિ છુપાવાની. હું તને ખુબ પ્રેમ કરું છું. આઈ લવ યુ કોમલ.

મને તારા ભૂતકાળ વિષે બધી ખબર છે પણ મારે તેની સાથે કઈ જ લેવા દેવા નથી. હું તને મારા આજની સાક્ષી બનાવવા માંગુ છું. જીવનની દરેક ક્ષણ તારી સાથે જીવવા માંગુ છું. તું મારી જિંદગીની સૌથી ખાસ વ્યક્તિ બનીશ ?" વિશાલની આ વાતથી કોમલ તો જાણે સ્તબ્ધ થઇ જાય છે. થોડીવાર તે કઈ બોલી નહિ પણ થોડું વિચાર્યા પછી તે ફક્ત એક સ્મિત આપે છે અને વિશાલને તેનો જવાબ મળી જાય છે. બસ પછીતો શું ! વિશાલ જાણે પાગલ થઇ ગયો. એક મરનારને જિંદગી મળી જાય તેવી ખુશી તેના તનમનમાં પ્રસરી જાય છે .

બંને હજુ દસ દિવસ રાજકોટમાં જ રહેવાના હતા. વિશાલે  આ વાત સૌ પ્રથમ મનીષને કરી. પોતાના મિત્રને ખુશ જોઈ તે પણ ખુબ ખુશ થાય છે. બંનેપ્રેમી પંખીડાને તો જાણે આકાશ મળી ગયું હતું. તેઓ અવાર નવાર મળવા લાગ્યા. બંનેએ તેમની પ્રેમી તરીકેની પહેલી મુલાકાતમાં જ એક બીજાને ચુંબન અર્પણ કર્યું. પછીતો બંને એકાંતની ક્ષણો પણ માણવા લાગ્યા. વિશાલના જીવનનો આ કદાચ શ્રેષ્ઠ સમય હતો. તેની ખુશી તો ફક્ત તે અને ભગવાન જાણતા હતા તે કોમલની નાનામાં નાની વાતની કાળજી લેતો. તે દરેક મુલાકાતમાં કોમલ માટે કૈક ને કૈક લઇ જતો. પણ કહેવાયછેને કે સારો સમય સદાય માટે રહેતો નથી.

રજાઓ પુરી થઇ ગઈ હતી. બંને પ્રેમી પંખીડા ઉદાસ હતા. વહેલી સવારે વિશાલ કોમલને મુકવા બસસ્ટેશન ગયો. ઉદાસ ચેહરે કોમલને બસમાં બેસાડીને તે ઘરે આવ્યો. બીજી બાજુ કોમલનો પણ આજ હાલ હતો. બપોરે  કોમલનો મેસેજ આવે છે કે તે પહોંચી ગઈ છે અને તે ચિંતા કર્યા વગર પરીક્ષાનું વાંચવાનું શરુ કરે. વિશાલ ની ચિંતા દૂર થઇ. બીજે દિવસે સવારે કોમલનો મેસેજ આવ્યો ,"મારે તારી સાથે બ્રેકઅપ કરવું છે."

પહેલા તો આ મેસેજ વાંચીને વિશાલને લાગ્યું કે તે ઊંઘમાં છે.પછી તે ફ્રેશ થઈને ફરીવાર આ મેસેજ વાંચે છે, ત્યારે તેના હૃદયમાં એક ઊંડો ધ્રાસ્કો પડ્યો. તેણે તરત જ કોમલને ફોન કર્યો. ફોનમાં પણ એ જ વાત કોમલ પાસેથી સાંભળીને વિશાલના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેણે કોમલને આવું કરવા માટે ઘણું પૂછ્યું પણ કોમલ અલગ અલગ કારણો આપીને બસ બ્રેકઅપની જ વાતને વળગી હતી.

"મારી બહેનને તું પસંદ નથી, મારા પપ્પાને ખબર પડશે તો બહુ ખરાબ થઇ જશે", આવા મામૂલી બહાના તે બતાવે છે પણ આતો વિશાલનો પ્રેમ હતો સાહેબ. પચ્ચીસ દિવસના પ્રેમ સંબંધમાં તે કોમલને એટલી તો જાણી ગયો હતો કે કોમલના અવાજ પરથી કહી શકે કે તે સાચું બોલે છે કે ખોટું. તે જાણતો હતો કે કોમલ જૂઠું બોલે છે અને સાચુ કારણ કહેવા  તૈયાર જ નથી .

 તે દિવસે બપોરે તે જમ્યો નહિ. આખી બપોર તે રડતો રહ્યો. રડી રડીને તેની આંખો લાલ થઇ ગઈ હતી. અચાનક તેને ગુસ્સો આવ્યો અને આત્મહત્યા કરવાનું વિચાર્યું પણ માતાપિતાની તેના પરની આશાઓની યાદ આવતા તે વિચારની હત્યા કરે છે. તેણે ગુસ્સામાં કોમલને ફોન કર્યો અને કહ્યું, "તું તારા મનમાં સમજે છે શું ? ગમે ત્યારે હા,ગમે ત્યારે ના, મારી જિંદગી છે. આ કોઈ રમકડું નથી કે તું રમીને તેને પછી જોવાની પણ ના પડે છે."

"મને માફ કરજે યાર પણ હું  મજબુર છું " કોમલએ નિઃશાસો નાખતા કહ્યું .

"પણ મને એકવાર કારણ તો કહે." એટલું બોલે એ પેલા જ કોમલ એ ફોન મૂકી દીધો ફરીવાર ફોન કર્યો અને કહ્યું ,"કોમલ તું સાચું ના કહેને તો તને મારા સાચ્ચા પ્રેમની કસમ છે"

"સાચું કારણ કહું ? તું પ્લીઝ ખોટું ના લગાડતો પણ મેં તારા બેસ્ટફ્રેંડ મનીષને ભૂલવા માટે તારી સાથે સંબંધ રાખ્યા હતા. પણ તું તો મને સાચે પ્રેમ કરી બેઠો. આઈ એમ સોરી..."


Rate this content
Log in

More gujarati story from Vaibhav Barot

Similar gujarati story from Romance