આ તે કેવી લાગણી ?
આ તે કેવી લાગણી ?


ફરી આજે એ જ સવાલ ”શું હું તારી ચોઈસ નથી?” અરે પાગલ તેરે કો કેસે બતાઉં...તું હી મેરી ચોઈસ હે... ફરી ફરીને એનો એક જ સવાલ.. “તને મારી સાથે વાત કરવી ગમે છે?...” કેમ કરીને તને હું સમજાઉં કે તું અને તારી વાતો પણ મને ખુબ ગમે છે. પણ મને ગમવા છતાં હું તને કહી શકતો નથી.
રોજ વોટ્સએપ પર તારો ફોટો અને લાસ્ટ સીન જોયા કરું છું. રોજ તારા મેસેજ ની રાહ જોવ છું.. પણ મારે કાયમ મન મારીને જ બેસવું પડે છે. મને નથી સમજાતું કે તારા મનમાં મારા માટે કેવી લાગણીઓ છે! મારા નકારાત્મક જવાબથી તારી લાગણીઓ બદલાઈ ગઈ એવું છે ? તને ખબર છે તારો એક મેસેજ કે એક રિપ્લાય મને કેટલી ખુશીઓ આપી છે ! હું ઈચ્છવા છતાં પણ તારી જોડે આગળ વધી શકું તેમ નથી.. મને એટલીજ ખબર છે કે મારા મનને તું ગમે છે. તું પણ કદાચ આ વાત સમજી ગઇ છે. અને એટલે જ વારંવાર તું મને સવાલો કરે છે. પણ મેં મજાક-મસ્તી અને દોસ્તીનું નામ આપીને વાત પલટી નાખી છે.
હું શું કરું મને કાંઈ સમજાતું નથી. હું ફકત તને એટલુંજ કેહવા માંગુ છું કે તું મને છોડીને જાય એ પેહલા મારી લખેલી આ વાતો તું એક વાર જરૂર વાંચજે. કદાચ, એ સમયે તું મને ઓળખી જશે કે મારુ મન અને મારી કહેલી વાતો સાવ અલગ છે. હું જે કહેતો હતો મારા માટે તું એન
ાથી વિશેષ છે.. બસ હું તને કહી નથી શકતો. મારા મનની ઈચ્છાઓને મારી નાખવાનું કારણ આ સમાજ, દુનિયાના રિવાજો, લોકોનો ડર છે. હું તને દરરોજ યાદ કરતો રહું છું. પણ હું
એક રાતે મારાથી મારી લાગણીઓ કીધા વગર રેહવાયુ નહિ. મેં તને મેસેજ કર્યો.. “આઈ લવ યુ” પણ તે વાંચ્યા છતાં કોઈ જવાબ આપ્યો નહીં. મને ઘણું દુઃખ થયું. એક સમયે તું જ મને કહેતી કે, મને તું ગમે છું. પણ આજે તું બદલાઈ ગયેલી લાગી મને. કદાચ એનું કારણ હું પોતે જ ? મારા ”ના“ કહેવાથી તું હવે આગળ નીકળી ચૂકી હશે. એ દિવસ મને બરાબર યાદ છે જયારે મેં તને પેહલી વાર જોઇ. તે મને બીજી વાર વાત કરવાનું કીધેલું. હું તારી 3 દિવસ સુધી રાહ જોયા કરી.પણ તે વાત ના કરી. ના તે તારો ચેહરો બતાવ્યો મને.
આજે ઘણા દિવસે વાત થઈ. આજે ફરી એ જ સવાલ તારો. તારા સવાલનો જવાબ તો મારો ક્યારેય નહીં બદલાય. કે મારી લાગણીઓ બદલાય. પણ આજે તારા જવાબ બદલાઈ ગયા હતા. આજે જાણીને મારુ હૈયું ભરાઈ આવ્યું કે તારા માટે હું કશું જ છું નહિ. નથી તારી પાસે મારા મેસેજનો રિપ્લાય કરવા માટેની એક મિનિટ !
ભલે તું મને ભૂલી જાય. તને પણ તારી જિંદગી જીવવાનો હક છે. જતા પેહલા તું એક વાર મારી લાગણીઓને વાંચતો જજે. મારી પેહલી ડાયરીનું પહેલું પેજ.