યાદ તારી આવી ગઈ
યાદ તારી આવી ગઈ


ના આજે ચોમાસું હતું ના હતી વરસાદની ઋતુ,
યાદ અપાવે છે આજે વરસાદ બની મને તેની પલાળ્યો હતો હું તેને મળવા માટે શ્રાવણીના વરસાદમાં,
મળી હતી મને તે શ્રાવણીના કૂણાં તડકામાં,
ભર ચોમાસે શ્રાવણીમાં ખાધું અમે આઈસ્ક્રીમ,
બેઠા હતા થોડીવાર અમે તેને ઝાલ્યો હાથ મારો,
કહ્યું મને ના છોડતો આ હાથ મારો,
નિભાવ્યું વચન મેં તેનું તે છોડી ગઈ હાથ મારો,
હજી તે સમય ને પૂછું છું તું હતો સાક્ષી મારો, સમય કહે હતી ઈચ્છા તને છોડવાની એટલે, ગઈ હાથ તારો છોડી,
પૂછયું મેં સમયને વાંક હતો શું મારો,
સમય કહે પ્રેમ કર્યો હદથી વધુ તે હતો વાંક તારો,
માની સમયની વાત મેં ભૂલી ગયો તે પ્રેમ મારો.