Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmesh Parmar

Drama

3  

Dharmesh Parmar

Drama

વરસાદ

વરસાદ

1 min
235


વરસાદને મળી નવરાશ..!

મોડે-મોડેથી આવ્યો ભલે તોયે થઈ ગઈ માનવીને હળવાશ..!


ઠંડો બનીને વાયરો લહેરાયો ને પક્ષીઓ કરે કલશોર,

માટીમાં સૂતેલી ભીની સુગંધ પણ પ્રસરી ગઈ ચારેકોર,


ધીરે-ધીરેથી જે મરી પરવારી'તી એ જીવંત લાગી આજ આશ..!

વરસાદને મળી નવરાશ..!


યાદોનું એકદમ ધસી આવ્યું મનનાં દરવાજે એક ટોળું,

ખાટીમીઠી ને અલબેલી યાદોને એક-એક કરી વાગોળું,


છબછબિયાં કરતા બાળકોને લાગે ખીચોખીચ ખાબોચિયાં ખાસ..!

વરસાદને મળી નવરાશ..!


Rate this content
Log in

More gujarati poem from Dharmesh Parmar

Similar gujarati poem from Drama