STORYMIRROR

BHUSHAN JOSHI

Romance

4  

BHUSHAN JOSHI

Romance

વર્ણનની વાતો

વર્ણનની વાતો

1 min
216

મે નિહાળેલા આભૂષણોની સુંદરતા નીખરતી હતી,

એ સુંદરતામાં વર્ણનની કવિતા ઉભરાતી હતી,


એ સ્મિતના આભૂષણો પહેરતી હતી,

અને સ્નેહના ઝરુખાને મહેલ બનાવતી હતી,


ચારેકોર ઘોંઘાટને મને સાંભળતી હતી,

લાગણીના સથવારે મારા શબ્દો શણગારતી હતી,


શબ્દોથી ભરવાની જરૂર ન લાગતી હતી,

એ કોરી ટપાલને સ્પર્શ કરી મોકલતી હતી,


એની આંખની આભાઓ મને કહેતી હતી,

એ પોતે તો માત્ર ઝરૂખે બેસતી હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance