વૃક્ષો આપણો શ્વાસ
વૃક્ષો આપણો શ્વાસ
પ્રાણવાયુ હંમેશાં પૂરનારાં વૃક્ષો આપણો શ્વાસ છે,
અંગારથી સદાય રક્ષનારાં વૃક્ષો આપણો શ્વાસ છે,
ભરઉનાળે શીતળ છાયા આપી ગરમી જે ટાળતાં,
મધુર અનિલને વિંઝનારાં વૃક્ષો આપણો શ્વાસ છે,
ધરા ધોવાણ અટકાવી ફળદ્રુપતા જમીનની સાચવે,
કાષ્ટથી ફર્નિચર આપનારાં વૃક્ષો આપણો શ્વાસ છે,
ભર્યા ભંડારો ઔષધિના જે રોગો માનવનાં હરતાં,
પત્ર, પુષ્પ, ફળથી શોભનારાં વૃક્ષો આપણો શ્વાસ છે,
સહીને પ્રહારો ૠતુ તણા તપસ્વી સમાં જે તપતાં,
પરોપકાર સદાકાળ કરનારાં વૃક્ષો આપણો શ્વાસ છે,
બોલાવી લાવતાં વર્ષાને જે કૃષિકારોના હોય સાથી,
પશુપંખીને આશ્રય દેનારાં વૃક્ષો આપણો શ્વાસ છે.
