વિતેલી ક્ષણો
વિતેલી ક્ષણો
સમય વધ્યો આગળ, પણ મગજમાં ચાલતી વાત જ પુરાની છે,
દિવસો વીત્યા, અઠવાડિયા વીત્યા હવે, નવા વર્ષની તૈયારી છે....
એ દિવસો, એ પળોનાં હજુ ગણતરીનાં કલાકો બાકી છે,
વર્ષ વીતે પૂરુ, એ પહેલાં ફરી આવો એ મહેલમાં કે જયાં એ યાદો પુરાની છે....
દરેક નવા વર્ષની આ જ જૂની કહાણી છે,
કેટલાંય સંકલ્પ કર્યા, કેટલાંય સંકલ્પ તોડયા ...
પણ, પૂરા એક પણ ના કર્યા બસ આ જ એક આ તન ખામી છે,
દર નવા વર્ષ સાથે એ નવા ખોખલાં સંકલ્પની પ્રતિજ્ઞાનાં લેતો....
બસ, આ જ એ જૂની કહાણી છે,
દિવસો વીત્યા, અઠવાડિયા વીત્યા હવે, નવા વર્ષની તૈયારી છે....
એ દિવસો, એ પળોનાં હજુ ગણતરીનાં કલાકો બાકી છે
વર્ષ વીતે પૂરુ, એ પહેલાં ફરી આવો એ મહેલમાં કે જયાં કેટલીક યાદો પુરાની છે....
કેટલાંય લોકો મળ્યા અને કેટલાંય આ આંખે ચઢયા ...
બસ, નવા જૂનાં થયા અને, ફરી કેટલાંક નવાને મળવાની તૈયારી છે.
દિવસો વીત્યા, અઠવાડિયા વીત્યા હવે, નવા વર્ષની તૈયારી છે....
એ દિવસો, એ પળોનાં હજુ ગણતરીનાં કલાકો બાકી છે
વર્ષ વીતે પૂરુ, એ પહેલાં ફરી આવો એ મહેલમાં કે જયાં કેટલીક યાદો પુરાની છે....
એ જૂના હવે ફરી નથી મળતા, કે પછી મળવવાનાં બહાના નથી મળતાં ....
શું કર્યો જૂનાં ને ના ચાહીને પણ ભૂલવાની આ એક નિશાની છે.
દિવસો વીત્યા, અઠવાડિયા વીત્યા હવે, નવા વર્ષની તૈયારી છે....
એ દિવસો, એ પળોનાં હજુ ગણતરીનાં કલાકો બાકી છે
વર્ષ વીતે પૂરુ, એ પહેલાં ફરી આવો એ મહેલમાં કે જયાં કેટલીક યાદો પુરાની છે....
નવું વર્ષ સારું જ હશે, શું ખબર એ કેવું હશે ?
કે જેને માણ્યું જ નથી ?
જે છે એ છોડી, જે નથી એની પાછળ દોડવાની માનવસ્વભાવની આ એક ખોટી આદત પુરાની છે..
દિવસો વીત્યા, અઠવાડિયા વીત્યા હવે, નવા વર્ષની તૈયારી છે....
એ દિવસો, એ પળોનાં હજુ ગણતરીનાં કલાકો બાકી છે
વર્ષ વીતે પૂરુ, એ પહેલાં ફરી આવો એ મહેલમાં કે જયાં કેટલીક યાદો પુરાની છે.
લોકોને મળવાનાં બહાના શોધો, કારણ વિના પણ અમસ્તા જ રસ્તે ફરતાં શીખો....
નિયમોનાં બંધનોમાં કામ ચાલે, જિંદગી નહીં.....
તો, નિયમો તોડી આ જિંદગીને માણતાં શીખો....
જિંદગી તો જિંદગી છે, કોઈ કેલેન્ડરમાં ફસાયેલી તારીખ નહીં....
ખાનામાં તો એ તારીખ ફસાયેલી છે, આપણે નહીં....
તો, મળો ફરી પાછા એ જ જૂના રસ્તે, એ જ જૂના-નવા યારોને ....
અને, શરૂ કરો ગણતરી રાતનાં ૧૧:૫૯નાં ટકોરે,
૫, ૪, ૩, ૨, ૧ ....હેપ્પી ન્યુ યર.