STORYMIRROR

Mayur Rathod

Romance

3  

Mayur Rathod

Romance

વિરહ

વિરહ

1 min
88

કવિ ક્યાં હું હતો, કવિ તો તારા લીધેથી ઓળખાય છે,

શબ્દો, 'ને આંખો સમજાતી નથી, બસ અનુભવાય છે,


હતો મસ્તમગન મારી જિંદગીમાં એટલો આનંદિત એમ,

તારા ગયા પછી માત્ર, સૂફી કવિતા-ગઝલ લખાય છે,


તારી હયાતીએ હતો ખુશ એટલો વાત ન પૂછ કોઈને !

તારા વિરહે હવે સતત શું રાત, શું દિવસએ ભૂલાય છે,


મનમાં બસ એક જ સવાલ-જવાબ થાય છે, શું થયું ?

તારી યાદે હવે બસ તારા નામના કાવ્યો ખૂબ રચાય છે,


છું 'દુશ્મન' રહેતો હંમેશ ખુશ, યાદ તારી આવી થયો હૂર,

હો બાકી ડાયરીના પાને-પાને તો સદંતર તું જ વર્તાય છે.


Rate this content
Log in

More gujarati poem from Mayur Rathod

Similar gujarati poem from Romance