વૈભવ
વૈભવ


વસંતનો વૈભવ કેસૂડો,
તો ગ્રીષ્મ પણ ગાંજ્યો જાય એમ નથી.
લાલ ચટ્ટક સાફો પહેરી ઉભેલો ગુલમહોર,
પીળાં પીતાંબર માં શોભતો ગરમાળો,
કોડીલી નવોઢાના ગુલાબી અધર સમ
ગુલાબી ફુલોથી શોભતા વૃક્ષો.
આ બધામાં ખૂટતી ફોરમ પૂરવા
થનગનતો મોગરો.
આ છે ગ્રીષ્મનો વૈભવ.
આપણે સમય નથી નું બહાનું બતાવીએ
પછી ક્યાંથી માણીએ આ વૈભવ?