વાતો
વાતો
પાળે બેસી કાંકરા નાખે તો વાત આગળ વધે ...
સ્થિર જળ કૂંડાળાં કંઈ સર્જે તો વાત આગળ વધે ... !
*
ભૂલાતી નથી એક મઘમઘ સ્મરણની ગલી જે ગુલાબી ફૂલોથી ભરી છે.
તું પરબીડિયામાં નદી મોકલી દે, તરસની સીમાએ હવે હદ કરી છે.
*
હું મને છોડી ને ચાલી જાઉં પણ ....
ક્યાં જશે સ્મરણોનાં મારાં રાજપાટ ...?
*
જાણું છું થાય છે મારી ગઝલોની પ્રતીક્ષા ...
એ પણ ખબર છે ક્યાંય પણ થાશે ન સમીક્ષા ... !

