વાત કહેવી ઘણી છે.
વાત કહેવી ઘણી છે.
મારા ભારતની વાત કહેવી ઘણી છે,
સહુ રહેતા છે અહીંયા હળીમળીને,
મારા ભારતમાં બોલાતી ભાષા ઘણી છે,
પણ સમજે સહુ એવી લાગણી છે,
મારા ભારતમાં ઉત્સવોની ઉજવણી છે,
સાચવે એકમેકને એવી પ્રજા સમજણી છે,
મારા ભારતની વાત કહેવી ઘણી છે,
સહુ રહેતા છે અહીંયા હળીમળીને.