STORYMIRROR

varsha Dhankecha

Romance

4  

varsha Dhankecha

Romance

તોફાની આંસુ

તોફાની આંસુ

1 min
27

ક્યાં કોઈ પોતાનું હતું કે છૂટી ગયું ?

જીવન સાચી દિશાએ ફંટાઈ ગયું,


નથી અફસોસ લાગણીના બંધનનો,

કોરા હૃદયે એક આંસુ તોફાની બની ગયું,


વીતાવેલી પળો મૂરઝાયેલી મહેક છોડી ગયું,

સંવેદનાઓનું વહેણ મર્યાદાના બંધે બંધાઈ ગયું,


માંગવાથી નથી મળતો કોઈનો પ્રેમ ક્યારેય ઉધાર,

એટલું સમજતા મગજ હરીફાઈ જીતી ગયું,


દરિયાનું મોજું જોને સ્વાર્થી બની ગયું,

ભરતીઓટની રમતમાં તે ચકરાવે ચઢી ગયું,


રાધા માટે આજીવન હતું જે વિરહનું રુદન,

કૃષ્ણ સાથે નામ જોડાઈ પ્રેમનું પર્યાય બની ગયું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance