STORYMIRROR

varsha Dhankecha

Romance

4  

varsha Dhankecha

Romance

તોફાની આંસુ

તોફાની આંસુ

1 min
257

એક ઈચ્છા જાણે ધૂળમાં રોળાઈ ગઈ,

સમય કરતાં વધુ કોની રાહ જોવાઇ ગઈ ?

કોઈ મને પણ પ્રેમ કરી મળશે પોતાનું ?

તે અભરખામાં જિંદગી વિખેરાઈ ગઈ.


તારા પ્રેમને પામી લઉં ખાલી ક્ષણભર,

તૃષ્ણા બેબાકળી બની છડેચોક વેચાઈ ગઈ.

બેસું લગોલગ, પામીને ધન્ય કરી દઉં જાતને,

ઇચ્છાઓની ચિતા રાખ બની ઓલવાઈ ગઈ.


સરળ ગણિત હતું,તારું મારુ નહિ સહિયારું,

હાથની રેખાઓ કેમ જુદી દિશામાં ફંટાઈ ગઈ ?

કૃષ્ણ કહે રાધાને, હું બધાને સરખો પ્રેમ કરું !

છતાં વિરહની વેદના તેના નસીબમાં અંકાઈ ગઈ.


આભાષી પ્રેમની હૂંફ મેળવવા ઝંખતી લાગણી,

હારી થાકીને કેમ સ્વાર્થના ત્રાજવે તોળાઈ ગઈ ?

કમોસમી અનરાધાર વરસતી પ્રેમની વિપુલવર્ષા,

અમૃત હતી જે, માવઠું બનીને વગોવાઈ ગઈ.


સમય, સંજોગ જ છે સૌથી વધુ બળવાન,

પ્રેમ છે ઈશ્વરની પરિભાષા,ગૂંચ ઉકેલાઈ ગઈ.

નથી આ કોઈ આંટીઘૂંટી, છે માત્ર શબ્દોની રમત,

તોફાની આંસુ સાથે જાણે કવિતા રચાઈ ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance