STORYMIRROR

નટવર મહેતા

Inspirational Romance

2  

નટવર મહેતા

Inspirational Romance

....તો?

....તો?

1 min
13.9K


સાવ અચાનક જ તને ય મારી યાદ આવે તો?
મારા સપનાંઓ આંખોમાં ઊગી તને જગાવે તો?

તને મળ્યા પછી મારા જ ઘરનો રસ્તો ભૂલ્યો છું!
મારું સરનામું પૂછું ને કોઈ તારો પતો બતાવે તો?

ડૂબી મરવાની ઘાત મારી ભાખી હતી નજૂમીએ!
તારી આંખોમાં હું ડૂબું, મને કોઈ ન બચાવે તો?

તારા આ અકળ અબોલા કરતા તો ઝઘડા ભલા!
તને પળમાં મનાવું, મારી સાથે નજર નચાવે તો?

હર મુલાકાતનો અંજામ કંઈ જુદાઈ ન હોય શકે!
મળવા આવે પણ સાથે તારી જાતને ન લાવે તો?

તરજુમા કરવા છે મારે તારા મોઘમ ઈશારાઓનાં
તારા કમસીન ચહેરાથી પડદો શરમનો હટાવે તો?

રોજ એક કવિતા નઝમ ગઝલ લખું હું તારા માટે!
ડર છે નટવરને, તું મારા રકીબ પાસે લખાવે તો?


Rate this content
Log in

More gujarati poem from નટવર મહેતા

Similar gujarati poem from Inspirational