STORYMIRROR

urvashi makwana

Inspirational

4  

urvashi makwana

Inspirational

તારું મધુર ગુંજન

તારું મધુર ગુંજન

1 min
201

ચીં ચીં કરતી તું મન પ્રફુલ્લિત કરતી,

ગામડાનું એ ઘર તારા નાદથી ગુંજતું કરતી. 


ઘરના એક ગોખલામાં તું કાયમ ઘર કરતી,

વસાવી તારો પરિવાર મધુર ગીત ગાતી.


અમારા નિવાસમાં તું નિવાસ કરતી,

એ જોઈ મારા મનની ખુશી વધતી.


નિરાંતના સમયમાં તને નિહાળતી.

તારું ગીતથી મનોમન હું ખુશ થાતી.


ઘણીવાર એમાં જ ક્ષણો પસાર થતી,

મારા જીવનની ગમતી ક્ષણ એ લાગતી.


તારી ગેરહાજરી જ્યારે નજરમાં આવતી, 

ત્યારે તારા બચ્ચાંને માળા હું બહાર લાવતી.


મમ્મી પાસે જઈને બાજરો માંગી લાવતી,

તારા બચ્ચાના મોંઢામાં દાણા હું રાખતી.


જેવો દાણો હું ધરતી એ ચાંચ પહોળી કરતી,

 આ જોઈ કાયમ મનોમન હું ઘણું હરખાતી. 


બાળપણની જાણે તું પ્રિય સખી મારી,

છૂટ્યું જેવું ગામડું શહેર તરફ દોટ મારી.


ને, સાથ તારો છૂટ્યો એ કમી ખટકતી,

નજર મારી કાયમ તારી અન્ય સખીને શોધતી.


તારા કર્ણપ્રિય ગુંજારવ માટે હું તરસતી,

સુખ - સમૃદ્ધિ વધી,પણ મનની ખુશી ઘટી.


આજે પણ હું મકાન બહાર કે બાલ્કનીમાં ઝાકતી,

ને તારું ચીં - ચીં સાંભળવા આંખો તને શોધતી.


બર્ડફીડર ને માળા લગાવી તને નિમંત્રણ આપતી,

રાહ તારી જોતી તો પણ તું ક્યારેય ન આવતી.


સાંભળ્યું, જાણ્યું ને વાંચ્યું કે લુપ્ત હવે તું થાતી,

વિકાસ તો ઘણોય થયો ને ભૌતિક સંપત્તિ સાંપડી. 


પણ, ભોગ કોણે આપ્યો....? કે કોનો લેવાયો....?

આ પ્રશ્નના જવાબમાં આંખ આડા કાન કરતો.


હું મનુષ્ય અનેક વિશાળ મિસાલ પુરી પાડતો,

પણ પ્રકૃતિના જતનમાં કાયમ પાછળ રહેતો.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from urvashi makwana

Similar gujarati poem from Inspirational