STORYMIRROR

Viplav Dhandhukia

Romance Others

4  

Viplav Dhandhukia

Romance Others

તારા વિના

તારા વિના

1 min
65

તમને મારી વ્યથાનું માપ શબ્દમાં નહીં મળે,

જો, હૃદય ફાડું તો ઉપચાર દવામાં નહીં મળે.


આમ તો મળશે ઘણું જીવનમાં, પણ તારા વિના,

શ્વાસ લેવા પ્રાણવાયુ પણ હવામાં નહીં મળે.


વીતી ગયાં બે-ચાર હતાં જે સુખના દિવસો સડસડાટ,

પહેલાં હતી એવી મજા અમને કશામાં નહીં મળે.


એમણે પણ સમજી વિચારી ચુકાદો આપ્યો,

મૌન જેવી પીડા, બીજી કોઈ સજામાં નહીં મળે.


છે બધું ત્યાંનું ત્યાંજ, એ દરિયો, એ માટી ને સાંજ,

તારા સ્પર્શની ભીનાશ એ જગામાં નહીં મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance