સ્વપ્ન
સ્વપ્ન
સવાર પડતાં ને આંખ ખૂલતાં
મારા શ્વાસોશ્વાસમાં અનુભવાય છે તુંં,
ને માણવા જતાં
ક્યાં ખોવાઈ જાય છે તું ?
પવનના ઠંડા વાયરામાં ઉભરાય છે તુંં,
ને મારું સ્મિત બની જતાં
ક્યાં ખોવાઈ જાય છે તું ?
વરસાદની છાંટમાં મારા રોમેરોમ ઉતરે છે તુંં,
તારો હાથ પકડવા જતાં
ક્યાં ખોવાઈ જાય છે તુંં ?
રાત પડતાં ને નીંદર આવતા
સ્વપ્નમાં દેખાય છે તુંં,
નીંદર ઊડી જતાં
ક્યાં ખોવાઈ જાય છે તુંં ?
મારું સ્વપ્ન બની જાય છે તું.

