મન માનતું જ નથી
મન માનતું જ નથી
મને નથી ખબર કે તું મારો છે, કે નહીં,
છતાંય મન તારુ થઈને જ રહે છે,
આ મન માનતુંં જ નથી.
મને નથી ખબર કે તારી પસંદ હું છું કે નહીં,
છતાંય મન તને જ પસંદ કરે છે,
આ મન માનતુંં જ નથી.
મને નથી ખબર કે તું મને મળીશ કે નહીં,
છતાંય મન તને મળવાની રાહે જ રહે છે,
આ મન માનતુંં જ નથી.
મને નથી ખબર કે તું મારો છે કે નહીં,
છતાંય મન તને જ ચાહે છે,
આ મન માનતુંં જ નથી.
મને નથી ખબર કે તારા વગર જીવીશ કે નહીં,
છતાંય આ મન તારા વગર
તારી યાદ સાથે જીવવા તૈયાર છે,
આ મન માનતુંં જ નથી.

