સુંદરતા
સુંદરતા
સુંદરતાને પામવા, જવું પડે ન બહાર,
શોધવામાં ભવ ગયા, થઇ ગયા એ ખૂંવાર.
મન જો સુંદર હોય, જગત સુંદર ભાસે,
સમદૃષ્ટિ કેળવાય, દુર્ગુણ ન આવે પાસે.
સુંદરતા તે સમજે, મન જો સુંદર હોય,
ભલે તે રણમાં વસે, ને સુખ અનેરું પાય.
મન જ કારણ બને, જે માનો તે મનાય,
મન ને સુંદર ગણે, તે સુખી જીવ કેવાય.
