Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Laljibhai Panchal

Drama

3  

Laljibhai Panchal

Drama

સુંદર બાગ

સુંદર બાગ

1 min
504


એક મજાનો સુંદર બાગ,એમાં બે ભમરાઓ પેઠા,

એક કહે વળી બીજાને "અલ્યા ! ફૂલ અહી મજાના."


આજ સુધી આ બાગમાં આપણે, કેમ કદી ના આવ્યા ?

અહી તો ફૂલ છે મઘમઘતાં ને, જાતજાતનાં વાવ્યાં.


ક્યાંય જવાની જરૂર ન'તી ને, કેમ જ્યાં ત્યાં ભટક્યા ?

આવું મજાનું ઉપવન હોય તો, શીદને બીજે જાવું ?


મન ફાવે ત્યાં આપણે જઈએ, મન ફાવે ત્યાં રહીએ,

આપણા મનના માલિક આપણે, મન પડે ઉડીએ.


કરેણ- ગુલાબ, મોગરો- ગલગોટો, પારિજાત - ચમેલી,

હરીએ ફરીએ ઊડીએ ભમીએ, ગુંજારવ કરતાં રહીએ.


Rate this content
Log in

More gujarati poem from Laljibhai Panchal