સુખ
સુખ
સુખ સુખ સુખ
એમ સૌ કરે..
સુખ તો મળે સમજણમાં રે..
સુખની વ્યાખ્યા સૌની સમાઈ પોત પોતાનામાં રે..
સમજો તો સર્વત્ર સુખ છે...
કેમ કે સર્વે પ્રભુનું અર્પેલું છે.
એની મરજી થી સર્વે થાય...
કોનું માનધર્યું અહીંયા થયું છે?
ભૂલભુલામણીની આ રમત છે...
સૌને મનમાં છે કે એનું ધાર્યું જ થાય છે.
પ્રભુની રમતમાં સૌ ખોવાઈ ગયા છે..
બેઠા બેઠા એ ઉપરથી સૌને નિહાળે છે..
સુખ સુખ સુખ સૌને સુખ થાય છે.
હું તો માનું છું..
ભલે પ્રભુ એ ભૂલમાંણીની રમતમાં તું તો સુખને પામે છે ને ?
તારા સુખે હું સુખ અનુભવું છું. જ્યાં ભૂલી પડું છું,
તુજ સામે દ્રષ્ટિ કરું છું... તને સુખી... ખુશ જોઈ,
ખુદને ખુશ માનું છું...
સુખ સુખ સુખ. વહાલા તને જોઈ સુખ પામું છું.
