સતનામ
સતનામ
સતનામને રટતા રહો;
'ને ખુદમહીં ફરતા રહો.
છે મોજ ત્રિવેણી મહીં;
દઈ ડૂબકી તરતા રહો.
સબ દેવને મૂકો તમે;
નિજનામને ભજતા રહો.
છે દેશ એ સૌથી જુદો;
અંદર નજર કરતા રહો.
બોલે છે ઝીણાં મોર ત્યાં;
મનને 'વિજય' ધરતા રહો.
સતનામને રટતા રહો;
'ને ખુદમહીં ફરતા રહો.
છે મોજ ત્રિવેણી મહીં;
દઈ ડૂબકી તરતા રહો.
સબ દેવને મૂકો તમે;
નિજનામને ભજતા રહો.
છે દેશ એ સૌથી જુદો;
અંદર નજર કરતા રહો.
બોલે છે ઝીણાં મોર ત્યાં;
મનને 'વિજય' ધરતા રહો.