સરનામું હું શું આપીશ
સરનામું હું શું આપીશ


નામ વગરનાં એ સંબંધ ને સરનામુંં હું શું આપીશ
જ્યાં શ્વાસ નથી..ધબકાર નથી
લાગણીઓનો ઉન્માદ નથી
એ કોરા સૂકા સંબંધને સરનામું હું શું આપીશ..
જ્યાં શ્રધ્ધા કે સમર્પણ નથી
વિશ્વાસ કે પછી સ્પર્શ નથી
ત્યાં શમણાઓનાં શીશમહેલને સરનામું હું શું આપીશ..
ઘડપણનો સાથ નથી અને
સાથે જીવ્યાનો અહેસાસ નથી
જીવનની એ સમી સાંજને સરનામું હું શું આપીશ.