સ્મિત
સ્મિત
સર્વ ઉદાસીનતાને દૂર કરે છે સ્મિત,
ઉત્સાહ જીવને સદા ભરે છે સ્મિત.
અંતરની પ્રસન્નતા ચહેરા પર દેખાતી,
મુખમંડળનું નૂર એ વધારે છે સ્મિત.
જોનારમાંય હર્ષનો ભાવ પ્રગટાવતું,
સન્મુખ હોય તેનો ક્રોધ હરે છે સ્મિત.
કેટલાય રોગની વણલખી દવા છે એ,
તનમનના સંતાપને વિદારે છે સ્મિત.
રખેને ઓષ્ઠનું અનુપમ અલંકાર છે,
દ્રષ્ટાનાં નેત્રોને વળી ઠારે છે સ્મિત.
