STORYMIRROR

Harshida Dipak

Inspirational

3  

Harshida Dipak

Inspirational

' સખી રી '

' સખી રી '

1 min
13.9K


' સખી રી '


નાના - નાના તારાલિયાથી ચમકે છે આકાશ, સખી રી .....!

અંધારે , અજવાળે બેસી ખોલીશું આભાસ સખી રી .....!

શરતોની ચોપટે પાસા, રમ્યા'તા ચોપાસ સખી રી .....!

છબો ઉછાળી , ડેડો ફૂટતાં જાગ્યા શ્રાવણ માસ, સખી રી .....!

કમખે ચીતર્યા મોર ટહુકતાં ઊડ્યા અંગત વાસ, સખી રી .....!

ઊંડા ઊંડા અંધારામાં રાત્યું ઉઘડે ખાસ સખી રી .....!

ચુંદલડીને છેડે મેં તો બાંધી મીઠી આસ, સખી રી .....!

વડલાને વીંટળાવા વેલી ઊગી એની પાસ, સખી રી .....!

ચણોઠડીના દાણા રાતા ફરતા લાગે રાસ સખી રી ....!

અંતરભીના આંગણિયામાં રેલાતો ઉજાસ સખી રી .....!

ખૂણે બેઠું ફાનસ ઝબકે , ઝબકે આખા શ્વાસ, સખી રી .....


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational