STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

શ્રીહરિ

શ્રીહરિ

1 min
205

મારા મનમંદિરના દ્વારે આવો શ્રીહરિ,

આજ સેવક તો સંભારે આવો શ્રીહરિ,


નથી સજાવ્યા ઓરડા કે આંગણ મેં,

દેખી ભાવનાને શણગારે આવો શ્રીહરિ,


નથી ભોજન બત્રીસ વાટકે પીરસ્યાં,

અંતર આરઝૂના આકારે આવો શ્રીહરિ,


ખૂટ્યાં અશ્રુઓ અવધેશ આરાધીને,

મુજ નયનના પલકારે આવો શ્રીહરિ,


ધબકે ઉર અવિરત તમને કૌશલેશ,

નામ સંગાથે ધબકારે આવો શ્રીહરિ,


પતિત પાવન પરમેશ તારો અમને,

ભૂલો ભૂલીને ઉર ઠારે આવો શ્રીહરિ,


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational