શ્રાવણ માસમાં રે.
શ્રાવણ માસમાં રે.


આભ સરોવડે વરસતું જાય શ્રાવણ માસમાં રે.
ભક્તજનો અંતરથી હરખાય શ્રાવણ માસમાં રે.
"હરહર મહાદેવ" નાદ શિવમંદિરોમાં ગૂંજતા,
ભાવધરીને ભક્તજનો સહુ હરજીને પૂજતા,
અંતર આનંદ થકી રે ઊભરાય શ્રાવણ માસમાં રે.
બિલ્વપત્રને પુષ્પથી શિવલિંગ કેવાં શોભતાં,
ભાવ ભરપૂર આશુતોષ શિવજીને રે ગમતા,
રક્ષાબંધન ભાઈના હાથે થાય શ્રાવણ માસમાં રે.
અભિષેક પામીને નાથ ભોળા હશે રીઝતા,
સ્તોત્રો મંત્રો ઉચ્ચારે શિવાલયો રે સોહતાં,
કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય શ્રાવણ માસમાં રે.