શોધું છું
શોધું છું
સુખાઈ ગયેલી આંખોંમાં નીર શોધું છું
વહી ગયેલા પાણીમાં તિષ શોધું છું
આકરો છે સમય હું ધીર શોધું છું
ભીંજાયને લહુમાં પણ છે નિર્મલ એ વીર શોધું છું
દરગાહમાં નહિ જેના દિલમાં સજદા થાય એવા પીર-ફકીર શોધું છું
છુપી છે આજ ભી કદી આવી નહિ સામે એવી એક નવલ પ્રીત શોધું છું
જોઈ કદી ના સાંભળી ના તાયો સાક્ષાત્કાર એવી રીત શોધું છું
ચીર શોધું છું, ગંભીર શોધું છું
જોય જીવન આન ખોટીઓ છે એ અધીર શોધું છું
નીર, ધીર, તીર, વીર, પીર, શોધું છું
ચીર શોધું છું, અધીર શોધું છું
રીત શોધું છું, પ્રીત શોધું છું,
જગત સકલમાં ફરી ફરી હું ગીત શોધું છું