શીખું છું
શીખું છું
દિવસ દરમ્યાનનાં વિચારોને,
રોજ રાત્રે કોરી પાટીમાં લખું છું,
ને ફરી તેને ભૂંસું છું,
સવારે ફરીથી નવો એકડો માંડું છું,
ને રોજ તેની નવી રીત શીખું છું.
સુખમાં તેને ફરી ફરીને ઘુંટ્યા કરું છું,
ને દુઃખમાં તેને લુંછી કાઢું છું,
જેમ જેમ એકડાની નવી રીત શીખું છું,
તેમ તેમ જીવન જીવવાની નવી રીત શીખું છું.
રોજ નવા એકડા ને રોજ નવી રીત,
બસ..હવે નહીં,
હવે તો એકડા પણ પૂરા થઇ ગયા છે!
પણ જીવન જીવનાની રીત...
એ તો હજુ પણ અનુભવોથી શીખું છું.
થાકી જવાય છે,
એકડા શીખી શીખીને,
પણ શું થાય ?
જીવન છે ત્યાં સુધી તો શીખવા જ પડશે,
ઘણી મજા છે,
જીવન જીવવાની રીત શીખવામાં,
જે હું પણ શીખું છું,
કારણ, જીવન છે મિત્રો,
જીવ્યે જવાનું છે,
હર્ડલ્સ તો ઘણાં આવશે,
બસ પાર કરતું જવાનું.