ઝંખું છું
ઝંખું છું
1 min
26.7K
તારા મિલનને આજે પણ ઝંખું છું,
મનમાં તો હજુયે તારી જ છબી છે,
યુગો વીતી ગયા છે,
હવે તો કે કયા યુગમાં હું તારી છું,
વિરહની વેદના હવે સહન નથી થાતી,
તારી બંસરીનાં બોલ પણ આજ સુના છે,
એને એક ફુંક મારીને તું આજ જગાડી જા,
તારા મિલનને આજે પણ ઝંખું છું.
ચાલ, ફરી એ પળ જીવીએ,
જ્યાં તારું ને મારું અસ્તિત્વ છે,
ચાલ, ફરી એ વૃંદાવન,
જ્યાં પ્રથમ આપણું મિલન થયું,
ચાલ, ફરી એ રાસ રમી,
જ્યાં એક એક કાન અને એક એક ગોપી છે,
ચાલ, ફરી એ જમુના તટ,
જે આપણા વિરહનો સાક્ષી છે,
તારા મિલનને આજે પણ ઝંખું છું.
