શા માટે ?
શા માટે ?
તું સૂરજ છું, તો રોશનીની રાહ શા માટે ?
તું તારો છું, તો ચમકની રાહ શા માટે ?
તું પર્વત છું, તો સહારાની રાહ શા માટે ?
તું આકાશ છું, તો તકની રાહ શા માટે ?
તું શૂરવીર છું, તો શસ્ત્રની રાહ શા માટે ?
તું વરસાદ છું, તો તરસની રાહ શા માટે ?
તું જ્યોતિર્ધર છું, તો બીજાની રાહ શા માટે ?
તું કર્મશીલ છું, તો આદેશની રાહ શા માટે ?
તું પ્રયત્નશીલ છું, તો નિષ્ફળતાની રાહ શા માટે ?
તું જ રાજા છું, તો રજાની રાહ
શા માટે ?
