સાચવેલા સ્મરણો
સાચવેલા સ્મરણો
વીતી જશે હર એક ક્ષણ,
આજ થઇ જશે કાલ,
ડગ માંડો, ભરો હરણફાળ,
જીવી લો આ જિંદગી,
જમા કરો હર એક ક્ષણ કેરી યાદ,
એજ સાચવેલા સ્મરણો.
મિત્રો સાથેની મોજ મસ્તી,
પ્રિયજનો કેરી પ્યારી પળો,
જીવન કેરા રંગ અનેક,
ભેગા કરો બાંધો ગાંસડી એક,
સાચવીલો આ બધી વેળા,
એજ સાચવેલા સ્મરણો.
જીવન જીવો એવું કે,
અફસોસ ના રહે જીવનમાં,
સમયનું સંભારણું રહેસે હમેંશા સાથ,
જયારે બધા છોડી દેશે હાથ,
વાગોળો વીતેલી વેળા,
એજ સાચવેલા સ્મરણો.
આવે જો કોઈ વિપદા ભારે,
રહેવું પડે ખુદ ના સથવારે,
લાગે એકલતા બોજ સમાન,
ખુલ્લો મુકો સ્મરણો નો ખજાનો,
વીતેલો વખત બનસે ઢાલ,
એજ સાચવેલા સ્મરણો
ભલે હોઈ પૈસા, રૂતબો, રુઆબ હારે,
પણ સ્વર્ણ કેરા સ્મરણો બાજી મારે,
હવે ભલે આવે યમરાજ દ્વારે,
ચિત્રગુપ્ત પૂછે જિંદગીના પ્રશ્ન ભારે,
જવાબ હશે એજ, મેં જીવેલા હર એક ક્ષણો,
એજ સાચવેલા સ્મરણો.