સાચો પ્રેમ
સાચો પ્રેમ


વિપત્તિ પડી વિદાય ન લીધી,
કર્યો રાજસુખનો ત્યાગ,
રામ સાથે વનવન જાય,
તે સીતાનો સાચો પ્રેમ.
બાળપણની મિત્રતા ન ભૂલે,
બેસાડે સિંહાસને સુદામાને,
ધોવે પગ જગતનો નાથ,
તે કૃષ્ણનો સાચો પ્રેમ.
પ્રતિમાને પરમેશ્વર માની,
પીવે વિષનો કટોરો,
મૂર્તિમાં પણ અમૂર્તને જોવે,
તે મીરાંનો સાચો પ્રેમ.
નાત-જાતને ઉમર ન જુએ,
ન જુએ સત્તા-સંપત્તિ,
કાળના કપાળ પર લખતી,
તે "સિતારા"નો સાચો પ્રેમ.