પ્રેમનું સરનામું
પ્રેમનું સરનામું
મારા ખિસ્સાનું ખાસ ખાનું તું,
મારી આંખોનું શમણું નાનું તું.
ચહેરા પર ભલે કોકવાર દીસે,
ભીતરે મલકાતું સ્મિત છાનું તું.
શોધી રહું હરપળ આસપાસ,
એહસાસનું મધુર નજરાણું તું.
વારંવાર સામિપ્ય શોધવા મથે,
એવું તે આહલાદક બહાનું તું.
હરક્ષણ ભરપૂર જીવવા કહેતું,
ઉત્સાહિત સગપણ મજાનું તું.