નામ
નામ
1 min
6.7K
રણની રેતીમાં લખ્યું’તું નામ તારું તો
સમીર સુસવાટો ગયો ચોરી
દરિયાની રેતીમાં લખ્યું’તું નામ તારું તો
મોજાની લહેરો ગઈ ચોરી
રસ્તામાં લખ્યું’તું નામ તારું તો
વટેમાર્ગુ ગયું ચોરી
દિલ દરિયામાં લખ્યું’તું નામ તારું તો
દિલમાં ફોરમ રહી ફોરી

