વસંત ખીલી
વસંત ખીલી
1 min
756
વસંત ખીલી છે મારે આંગણે રે લોલ,
કોયલડી કરે ટહુકાર.
સખી વસંત ખીલી છે મારે આંગણે રે લોલ,
અંગ અંગમાં આંબો મ્હોર્યો રે લોલ,
મોરનો મીઠો મલ્કાર... સખી વસંત...
મહુડાની મહેક મન મધમધે રે લોલ,
આંખલડી કરે અણસાર, સખી વસંત...
ફાગણ ફૂલડે ફોરમે રે લોલ,
મધુવનમાં ભ્રમર ગુંજનાર, સખી વસંત...
કેસુડાનો રંગ કેસરિયો રે લોલ,
કેસરિયો કંથ રંગનાર, સખી વસંત...
વાલમની વાટડીમાં વિહરું રે લોલ,
ભવભવના ભેટો ભરથાર, સખી વસંત...
વસંત ખીલી છે મારે આંગણે રે લોલ.
કોયલડી કરે ટહુકાર, સખી વસંત...

