પ્રેમની જોડણી
પ્રેમની જોડણી


પ્રેમ પર આખે આખી પોથી લખી,
ને "પ્રેમ"ની જ જોડણી ખોટી લખી !
વેચાઈને આખો પણ ચૂકવી ના શકુ,
તમે ખુદની કિંમત એટલી મોંઘી લખી,
આ તે કેવું વિચિત્ર બંધારણ પ્રેમનું ?
નાનકડી ભુલની સજા વર્ષોની લખી,
કહી તો ન શક્યો આખર સુધી એમને,
ચિઠ્ઠી પણ લખી તો કોરી લખી,
આ સવાલ પર "હાર્દ" હવે શુ કહેશો ?
કોના પર ગઝલ આવડી મોટી લખી ?