STORYMIRROR

Neha Purohit

Classics

3  

Neha Purohit

Classics

પ્રેમમાં આવું તે કંઈ હોય!

પ્રેમમાં આવું તે કંઈ હોય!

1 min
29.1K


અલી, પ્રેમમાં આવું તે કંઈ હોય!!!

આંખો ને માફક લો આવ્યા ઊજાગરા

કે થાકે ના શમણાઓ પ્રોઇ... પ્રેમમાં આવું...

દરવાજે સાંકળ જ્યાં સહેજ સહેજ ખખડી

ત્યાં ભીતરમાં સળવળાટ જાજો

કુંવારો ઓરડો તો ડેલીએ દોડ્યો 

મેલીને સઘળો મલાજો

વળીયુંએ મોભને પૂછ્યું ઓ રાજ તમે ઘેલૂડી જાત આજ જોઈ ? ...પ્રેમમાં આવું...

ચાખડી ટપાકટપ ભણકારે આવી કે 

પગલાની છાપ ઘણી શોધું

ચોખ્ખીચણાંક મારી ઓસરીનો ઊંબરીયો

પગરજની આશે ફંફોસું

નજરે ન ચડતું, પણ વા’ થઈ ને ફરફરતું કેમ લાગે આસપાસ કોઇ!!! પ્રેમમાં આવું..

શબ્દો ખુદ સૂર થાવા ઝંખે 

ને હૈયાની વંસળીમાં મીઠો કલશોર

સંધ્યાનાં સાત રંગ આકાશે રેલાયાં, 

સૂરજ કળાયેલો મોર..

આવે તું વાલમ તો સઘળું આ માણું હું ય, મેં તો સુધબુધ છે મારી ખોઈ..

પ્રેમમાં આવું તે કંઈ હોય??


Rate this content
Log in

Similar gujarati poem from Classics