ફેકટરીની મુલાકાત
ફેકટરીની મુલાકાત


ભૌતિક સુખ સુવિધા મેળવવાની ત્યાં હોડ હતી,
હવાની શુદ્ધતાની એ ચોર હતી,
હા મેં કરી હતી એ ફેકટરીની મુલાકાત.
પોતાના લાભમાં જ રચ્યો પચ્યો હતો માનવ,
ત્યાં જોયો તો મેં એના રૂપમાં દાનવ,
હા મેં કરી હતી એ ફેકટરીની મુલાકાત.
આપણા જીવનનુ એ ભારણ હતું,
પણ વાતાવરણના પ્રદૂષણનુ એ કારણ હતું,
હા મેં કરી હતી એ ફેકટરીની મુલાકાત.
હા હું માનું છું કે આપણા માટે જરૂરી છે એ,
પણ એવી તો કેટલીય ઈચ્છાઓ અધૂરી છે,
હા મેં કરી હતી એ ફેકટરીની મુલાકાત.
કઈ ના કરી શકો તો એ ધુમાડાને રોકો,
સુવિધાઓની હોડમાં આ પૃથ્વીને ના ઝોંકો,
હા મેં કરી હતી એ ફેકટરીની મુલાકાત.