જરૂર છે એક બદલાવની
જરૂર છે એક બદલાવની
1 min
11.7K
ચાલો યાદ કરીએ આજે ગાંધીજીના,
ત્રણ વાંદરાની એ વાત
એમણે તો સમજાવ્યું હતું કે,
ના ખોટું જોવું, ના ખોટું સાંભળવું કે
ના ખોટું બોલવું...
હવે જરૂર છે એક બદલાવની
કોઈની સાથે થયેલા ખરાબ વ્યવહાર,
જોઈને આંખો ફેરવી લે છે આ માનવી,
શું આ છે આપણી સંસ્કૃતિ ?
એટલે જ તો જરૂર છે એક બદલાવની
દરેક ખોટી વાતોને સાંભળી મનમાં ભરે છે,
એ જ વાતોથી વેરી થઈ તડપે છે આ માનવી,
શું આ જ છે આપણી ભાવના ?
બસ એટલે જ તો જરૂર છે એક બદલાવની
પોતાના જ હોઠથી ફાવે તેમ બોલીને,
જ મનને દુભાવે છે આ માનવી,
શું આ જ છે આપણો પ્રેમ ?
એટલે જ તો કહું છું,
હવે જરૂર છે એક બદલાવની