નવાં વરસથી
નવાં વરસથી
1 min
234
હસતાં રહીએ, સૌનાં દિલમાં,
વસતાં રહીએ નવાં વરસથી.
ના કરીએ તકરાર એકરાર કદી,
કરતાં રહીએ નવાં વરસથી.
બંધ કરીએ એકમેકને માપવાનું,
બસ પ્રેમથી પામી લઈએ,
સ્નેહસુધા વાણીવર્તનમાં,
છલકાવતાં રહીએ નવાં વરસથી.
આવે છે એક નવલું વર્ષ,
ભરપૂર આશાઓને પ્રગટાવીને,
સમયની સાથે કદમને સૌ,
મિલાવતાં રહીએ નવાં વરસથી.
સંપ, સહકારને ઔદાર્યને,
આચારે વસાવી લઈએ આજે,
અનુકૂલનના આચરણમાં હવે,
ફાવતાં રહીએ નવાં વરસથી.
સુખદુઃખ તો છે તાસીર,
આ જગતની આવેને જાયા કરે,
દુઃખમાં ધીરજ ધરી મુખને,
મલકાવતાં રહીએ નવાં વરસથી.