નટખટ કનૈયા
નટખટ કનૈયા
મુરલીમનોહર ક્રિષ્ન કનૈયા,
નટખટ મોરે બંસરી બજૈયા.
કરે ગોપીઓ સંગ રાસ લીલા,
નંદ યશોદાના છેનછબીલા.
એક આંગળીએ કરે ગોવર્ધન લીલા,
બલરામના કાન્હા છે બહુ અલબેલા.
દેવકી વાસુદેવના પુત્ર છે અષ્ટમા,
સુદામાના મિત્ર છે મારા કિશન કનૈયા.
ક્રિષ્નની વાંસળી છે રાધા,
તો સુર છે તેનાં રુક્મિણી.
રાધા પ્રેમિકા છે ક્રિષ્નના,
તો રુક્મિણી અધાઁગિનિ છે તેમના.
સારથી બન્યા તે અજુૅનના માધવ,
સખા બન્યા તે દ્રોપદીના ગોવિંદ.
માખણનો ચોર મારો યશોદાનો લાલો,
બ્રહ્માંડ બતાવે બાળ રૂપે મારો ગોપાલ.
દ્વારકાના નાથ છે મારાં નટખટ કનૈયા,
સૌના દિલોમાં વસે છે મારાં ક્રિષ્ન કનૈયા.
